• એબી ડી વિલિયર્સે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ 11 જાહેર કરી
  • એબી ડી વિલિયર્સે ટીમમાં પાંચ ભારતીયોનો કર્યો સમાવેશ
  • ડી વિલિયર્સે આફ્રિકાના માત્ર એક ખેલાડીને સ્થાન આપ્યું

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની એબી ડી વિલિયર્સે વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ આ ટૂર્નામેન્ટના પોતાના સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે. ડી વિલિયર્સે પોતાની ટીમમાં પાંચ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે.

એબી ડી વિલિયર્સે ટ્રેવિસ હેડ અને રોહિત શર્માને ઓપનર તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યા છે. હેડે ભારતીય ટીમ સામે ફાઇનલ મેચમાં 137 રનની ઇનિંગ રમીને મેચને એકતરફી બનાવી દીધી હતી. હેડ આ સિઝનમાં ઓસ્ટ્રેલિયા માટે ઘણી વખત આવી ઇનિંગ્સ રમી ચૂક્યો છે. તે જ સમયે, તેની સાથે ઓપનિંગ કરવા માટે રોહિત શર્મા છે, જેણે લગભગ દરેક મેચમાં ઝડપી ઇનિંગ્સ રમીને 11 મેચમાં 598 રન બનાવ્યા હતા.

ડી વિલિયર્સની ટીમમાં પાંચ ભારતીયોનો સમાવેશ

ડી વિલિયર્સની ટીમમાં નંબર-3 પર વિરાટ કોહલી છે, જેણે 11 મેચમાં સૌથી વધુ 756 રન બનાવ્યા છે અને ઘણી વખત મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. નંબર-4નું સ્થાન ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રને આપવામાં આવ્યું છે, જેણે પોતાનો પ્રથમ વર્લ્ડકપ રમતા 10 મેચમાં 578 રન બનાવ્યા હતા.

આ ઓલરાઉન્ડરને સ્થાન આપ્યું

સાઉથ આફ્રિકાના આ ભૂતપૂર્વ દિગ્ગજે શ્રેયસ અય્યરને નંબર-5નું સ્થાન સોંપ્યું છે, જેણે 11 મેચમાં 66.25ની એવરેજથી 530 રન બનાવ્યા છે અને મિડલ ઓર્ડરમાં મજબૂત ભૂમિકા ભજવી છે. ડી વિલિયર્સે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને નંબર-7 પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જેણે આ વર્લ્ડકપમાં સદીઓ માટે યાદ રાખવા જેવી ઈનિંગ રમી હતી અને અફઘાનિસ્તાન સામેની હારેલી મેચમાં અણનમ બેવડી સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

આ બોલરોને મળ્યું સ્થાન

મેક્સવેલ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડરની ભૂમિકામાં ડી વિલિયર્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેના સિવાય ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા પણ આ યાદીમાં સામેલ છે, જેમણે આ વર્લ્ડકપમાં શમી પછી સૌથી વધુ વિકેટ લીધી છે. આ સિવાય ડી વિલિયર્સે આ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ત્રણ ઝડપી બોલરોમાં શ્રીલંકાના દિલશાન મદુશંકા, સાઉથ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્ઝી અને મોહમ્મદ શમીનો સમાવેશ કર્યો છે.

એબી ડી વિલિયર્સની વર્લ્ડકપ પ્લેઈંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રચિન રવિન્દ્ર, શ્રેયસ ઐયર, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, એડમ ઝમ્પા, દિલશાન મદુશંકા, ગેરાલ્ડ કોએત્ઝી, મોહમ્મદ શમી.


  • Follow us on: