• મોદી સ્ટેડિયમ ખાતે 17મીથી ચાર દિવસીય મેચ રમાશે

  • તે સાઉથ આફ્રિકામાં ટોપ સ્કોરર રહ્યો હતો
  • ઇશ્વરન એક જ મેચ રમ્યો હતો જેમાં તેણે 18 રન બનાવ્યા હતા

બંગાળના અનુભવી ખેલાડી અભિમન્યુ ઇશ્વરનને ઇંગ્લેન્ડ લાયન્સ સામે આગામી ચાર દિવસીય મેચ માટે 13 સભ્યની ભારત-એ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ લાયન્સની ટીમ ભારતના પ્રવાસમાં આ મેચ પહેલાં બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે જે 12 અને 13મી જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ આ સ્ટેડિયમમાં 17મીથી 20મી જાન્યુઆરી સુધી ચાર દિવસીય મેચ રમાશે. ભારત-એ ટીમમાં સાઇ સુદર્શન, રજત પાટીદાર, કેએસ ભરત તથા નવદીપ સૈની પણ સામેલ છે. ભારત-એ ટીમ તાજેતરમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડીને આવી છે જ્યાં ટીમે બે બિનસત્તાવાર ટેસ્ટ રમી હતી જે ડ્રો રહી હતી. કેએસ ભરતને સાઉથ આફ્રિકા ટૂર માટે સુકાની બનાવવામાં આવ્યો હતો. ઇશ્વરન એક જ મેચ રમ્યો હતો જેમાં તેણે 18 રન બનાવ્યા હતા. પ્રદોષ રંજન પોલને પણ ટીમમાં સામેલ કરાયો છે અને તેની ઉપર તમામની નજર રહેશે. તે સાઉથ આફ્રિકામાં ટોપ સ્કોરર રહ્યો હતો.


  • Follow us on: