• મુંબઇ ઇન્ડિયન્સની સુકાની હરમનપ્રીત કૌરના હાથમાં

  • પ્રથમ સિઝન મુંબઇમાં રમાઇ હતી
  • હરમનપ્રીતે જણાવ્યું હતું કે મુંબઇની ટીમ મજબૂત છે પરંતુ પ્રત્યેક મેચમાં સ્થિતિના આધારે પ્લેઇંગ ઇલેવન નક્કી કરાશે

મુંબઇ ઇન્ડિયન્સની સુકાની હરમનપ્રીત કૌરનું માનવું છે કે આગામી વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં ટાઇટલને જાળવી રાખવા માટે વિવિધ પરિસ્થિતિને અનુકૂળ થવું અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે. પ્રથમ સિઝન મુંબઇમાં રમાઇ હતી. હરમનપ્રીતે જણાવ્યું હતું કે બેંગ્લોરમાં મુંબઇ કરતાં પરિસ્થિતિ અલગ રહેશે. મને દિલ્હીમાં રમવાનો વધારે અનુભવ નહીં હોવાના કારણે ત્યાંની પિચ કેવી હશે તેનો મને ખ્યાલ નથી. જો અમે જલદીથી તાલમેલ મેળવી લઇશું તો તે અમારા માટે સારી બાબત રહેશે. સ્થાનિક તથા મેચની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારે રણનીતિમાં ફેરફાર કરવો પડશે. હરમનપ્રીતે જણાવ્યું હતું કે મુંબઇની ટીમ મજબૂત છે પરંતુ પ્રત્યેક મેચમાં સ્થિતિના આધારે પ્લેઇંગ ઇલેવન નક્કી કરાશે. કોઇ પણ ટીમમાં વધારેમાં વધારે ખેલાડી હોવા મહત્ત્વનું છે કારણ કે તેનાથી વિકલ્પો વધારે મળે છે. ખેલાડીઓ વચ્ચે પણ ટીમમાં સ્થાન જાળવી રાખવા માટે પ્રતિસ્પર્ધા થાય છે જે ટીમ માટે સારો સંકેત પણ રહેશે.


  • Follow us on: