• અફઘાનિસ્તાન 284, ઈંગ્લેન્ડ215 ઓલઆઉટ

  • અફઘાનિસ્તાનની વર્લ્ડકપમાં આ પહેલી જીત
  • ત્રણ વિકેટ ઝડપનાર મુજીબ ઉર રહમાન મેન ઓફ ધ મેચ જાહેર કરાયો

વનડે વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાને રવિવારે પહેલો અપસેટ સર્જતા ઇંગ્લેન્ડને 69 રને પરાજય આપ્યો હતો. અફઘાનિસ્તાનની વર્લ્ડકપમાં આ પહેલી જીત છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. અફઘાનિસ્તાને 49.5 ઓવરમાં 284 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને જીત માટે 285 રનનું લક્ષ્ય મળ્યું હતું જે ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનને જોતા સરળતાથી પાર કરી લે તેમ લાગતુ હતું પરંતુ અફઘાનિસ્તાનના સ્પિનરો રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબીની બોલિંગ સામે ઇંગ્લીશ બેટ્સમેનો ઘૂંટણીએ નમ્યા હતા. રાશિદ અને મુજીબે 3-3 જ્યારે નબીએ બે વિકેટ ખેરવી હતી. ઇંગ્લેન્ડ વતી હેરી બ્રૂકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને સમગ્ર મેચ દરમિયાન બ્રિટિશ ટીમને દાબમાં રાખી હતી. આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું.

અફઘાનિસ્તાનની ટીમના ઓપનિંગ બેટ્સમેન ગુરબાઝ અને જાદરાને પિચ પર ટકી રહીને પાવરપ્લેમાં 79 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનો આ હાઈએેસ્ટ પાવરપ્લે સ્કોર છે. ગુરબાઝ અને જાદરાને ભાગીદારી કરીને ચાર વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. અફઘાનિસ્તાને વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 61 રન કર્યા હતા. જોકે, ગુરબાઝ અને જાદરાને પહેલી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. ઓપનિંગ જોડીને 17મી ઓવરમાં આદિલ રાશિદે જાદરાનને આઉટ કરીને તોડી હતી. જાદરાને 48 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 28 રન કર્યા હતા, તો ગુરબાઝ 19મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 57 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 80 રન કર્યા હતા.

અફઘાની સ્પિનર્સ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન ઘૂંટણિયે

અફઘાનિસ્તાન માટે એમના સ્પિનર બોલરો શાનદાર રમત રમ્યા હતા. અનુભવી રાસિદ ખાન અને મુજીબ-ઉર-રહમાને ત્રણ-ત્રણ વિકેટો ઉખાડી હતી. તો, ઓફ સ્પિનર મોહમ્મદ નબીએ બે વિકેટ પોતાના નામે કરી હતી. રાશિદ, મુજીબ અને નબીએ મળીને ઇંગ્લેન્ડની કમર ભાગી નાખી હતી. ફઝલહક ફારુકી અને નવીન ઉલ હકે પણ એક એક વિકેટ લીધી હતી.


  • Follow us on: