અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની છે. જ્યાં ODI અને T-20 સિરીઝ રમાશે. રાશિદ ખાનને T-20 સિરીઝ માટે જ્યારે હશમતુલ્લાહ શાહિદીને ODI સિરીઝ માટે સુકાની બનાવવામાં આવ્યો છે. આ સિવાય મુજીબ ઉર રહેમાન લાંબા સમય બાદ રાષ્ટ્રીય ટીમમાં પરત ફર્યો છે.
મુજીબ ઉર રહેમાનની થઈ વાપસી
મુજીબ છેલ્લા ઘણા મહિનાઓથી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમથી દૂર હતો. તાજેતરમાં તે તેના જમણા પગમાં મચકોડમાંથી સાજો થયો છે. આ સિવાય ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ઝુબેદ અકબરીને પણ પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં તક મળી છે. મુજીબની વાપસી પર, મુખ્ય પસંદગીકાર અહેમદ શાહે કહ્યું કે અમારા મુખ્ય સ્પિનર મુજીબ ઉર રહેમાનને ઈજામાંથી સાજા થતા અને પસંદગી માટે ઉપલબ્ધ જોવું ખૂબ જ સારી લાગણી છે. તે અમારી ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે અને અમને આશા છે કે તે અફઘાનિસ્તાન માટે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે.આ પ્રવાસની શરૂઆત 3 મેચની T-20 સિરીઝથી થશે. પ્રથમ મેચ 11 ડિસેમ્બરે રમાશે જ્યારે છેલ્લી મેચ 14 ડિસેમ્બરે રમાશે.
જાણો ક્યારે રમાશે સિરીઝ
3 મેચની ODI સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે છેલ્લી ODI મેચ 21 ડિસેમ્બરે રમાશે. આ વખતે અફઘાનિસ્તાન આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભાગ લેશે. જેનું આયોજન આ વખતે પાકિસ્તાનમાં કરવામાં આવશે.
T20 ટીમ
રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), મોહમ્મદ ઈશાક (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, હઝરતુલ્લાહ ઝાઝાઈ, મોહમ્મદ નબી, દરવીશ રસુલી, ઝુબેદ અકબરી, ગુલબદ્દીન નઈબ, કરીમ જન્નત, અઝમતુલ્લા ઉમરઝાઈ, નાંગ્યાલ ખરોતી, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, ફઝલ હક ફારૂકી, ફરીદ અહેમદ અને નવીન ઉલ હક.
ODI ટીમ
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમત શાહ (વાઈસ-કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇકરામ અલીખિલ (વિકેટકીપર), અબ્દુલ મલિક, સિદીકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નઈબ, રાશિદ ખાન, નાંગ્યાલ ખરોતી, એએમ ગઝનફર, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી, બિલાલ સામી, નવીદ ઝદરાન અને ફરીદ અહમ મલિક













