• ભારતની અફઘાનિસ્તાન સામે 6 વિકેટે જીત
  • બીજી મેચમાં શિવમ દુબેએ વિસ્ફોટક ઈનિંગ રમી
  • અફઘાન ખેલાડીઓએ શિવમ દુબેનું બેટ ચેક કર્યું

ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી T20માં એકતરફી જીત મેળવી છે. ભારતીય ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે ભારતે 3 મેચની આ સિરીઝ પર પણ કબજો કરી લીધો છે. આ સીરીઝમાં હજુ એક મેચ બાકી છે, આ પહેલા ભારતે 2-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલના તોફાની બેટિંગ કરી હતી. આ દરમિયાન જ્યારે શિવમ દુબેના બેટમાંથી એક પછી એક સિક્સ આવી રહી હતી ત્યારે અફઘાનિસ્તાનના ખેલાડીઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને શિવમ દુબેના બેટને ચેક કરવા લાગ્યા.

દુબેએ હેટ્રિક સિક્સર ફટકારી

ભારતના વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબેએ અફઘાનિસ્તાન સામે 32 બોલમાં 63 રનની ઇનિંગ રમી છે. આ દરમિયાન દુબેએ 5 ફોર અને 4 સિકસર પણ ફટકારી છે. દુબે છેલ્લી ઘડી સુધી મેદાનમાં રહ્યો અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. દુબેએ પોતાની ઇનિંગમાં હેટ્રિક સિક્સર પણ ફટકારી હતી. ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી બંને આનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દુબેના સિક્સ પર બંને દિગ્ગજોની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે વાપસી કરી શકી ન હતી અને તેને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે શિવમ દુબે ભારત માટે મેચ જીતીને પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે અફઘાનિસ્તાનના ખેલાડીઓએ બેટ તપાસવાનું શરૂ કર્યું.

બેક ટુ બેક ફિફટી

મેચ બાદ અફઘાનિસ્તાનના બે બેટ્સમેન શિવમ દુબેની પાસે આવ્યા અને બેટ હાથમાં લઈને બેટ્સમેનને જોવા લાગ્યા. દુબેની ઈનિંગે બધાને ચોંકાવી દીધા હતા, એટલા માટે અફઘાનિસ્તાનના ખેલાડીઓ હસતા હસતા દુબેનું બેટ ચેક કરી રહ્યા હતા કે આ બેટમાં શું છે, જેના કારણે આટલી લાંબી સિક્સર ફટકારવામાં આવી હતી. શિવમ દુબેએ પણ પ્રથમ મેચમાં 40 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. હવે તેણે બીજી મેચમાં પણ 63 રનની તોફાની ઇનિંગ રમી છે. આવી સ્થિતિમાં ખેલાડી પર ટીમનો વિશ્વાસ પણ વધી રહ્યો છે.

  • Follow us on: