• અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ
  • પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં મેચ
  • મેચ હારનારી ટીમ માટે સેમીફાઈનલનો રસ્તો બંધ થશે

અફઘાનિસ્તાને વર્લ્ડકપ 2023માં ફરી મોટો ઉલટફેર કર્યો છે. અફઘાનિસ્તાનની ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી અફઘાનિસ્તાનને જીત માટે 242 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અફઘાનિસ્તાને આ ટાર્ગેટ 3 વિકેટના નુકસાને પ્રાપ્ત કર્યો છે. અફઘાનિસ્તાન માટે ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો, જ્યારે ઈબ્રાહિમ ઝાદરાન 57 બોલમાં 39 રન અને રહેમત શાહ 74 બોલમાં 62 રન કર્યા છે. આ ઉપરાંત કેપ્ટન હશ્મતુલ્લાહ શાહીદીએ 75 બોલમાં અણનમ 58 રન અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 63 બોલમાં અણનમ 73 રન કર્યા છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશન મદુશંકાએ 9 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ અને કસુન રજિથાએ 10 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત એન્ઝેલો મેથ્યૂઝે 3 ઓવરમાં 18, દુશ્મંથા ચમીરાએ 9.2 ઓવરમાં 51, મહિશ તીક્ષ્ણાએ 10 ઓવરમાં 55 અને ધનંજય ડી સિલ્વાએ 4 ઓવરમાં 21 રન આપ્યા છે.

અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ અફઘાનિસ્તાને 2 વિકેટના નુકસાને 119 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનનો ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે, જ્યારે ઈબ્રાહિમ ઝાદરાન 57 બોલમાં 39 રન કરીને આઉટ થયો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે રહેમત શાહ 63 બોલમાં 55 રન કરીને અને કેપ્ટન હશ્મતુલ્લાહ શાહીદી 26 બોલમાં 20 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશન મદુશંકાએ 6 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત કસુન રજિથાએ 4 ઓવરમાં 18, એન્ઝેલો મેથ્યૂઝે 3 ઓવરમાં 18, દુશ્માંથા ચમીરાએ 6 ઓવરમાં 28 અને મહિશ તીક્ષ્ણાએ 6 ઓવરમાં 31 રન આપ્યા છે.

અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં અફઘાનિસ્તાનની ઈનિંગ શરૂ થઈ છે. જેથી અફઘાનિસ્તાનના ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝાદરાન ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી અફઘાનિસ્તાનને જીત માટે 242 રનનો ટાર્ગેટ મળ્યો છે. 

શ્રીલંકાની ઈનિંગ

અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમ 240 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી અફઘાનિસ્તાનને જીત માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. શ્રીલંકા માટે સૌથી વધુ 60 બોલમાં 46 રન પથુમ નિશાંકાએ કર્યા છે, જ્યારે ડિમુથ કરુણારત્ને 21 બોલમાં 15 રન, કુસલ મેન્ડિસે 50 બોલમાં 39, સદિરા સમરવિક્રમાએ 40 બોલમાં 36, ચારિથ આસલંકાએ 28 બોલમાં 22, ધનંજય ડી સિલ્વાએ 26 બોલમાં 14, દુશ્માંથા ચમીરાએ 4 બોલમાં 1 અને મહિશ તીક્ષ્ણાએ 31 બોલમાં 29 રન કર્યા છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, મુઝીબ ઉર રહેમાને 10 ઓવરમાં 38 રન આપીને 2, ફઝલહક ફારૂકીએ 10 ઓવરમાં 34 રન આપીને 4, અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 7 ઓવરમાં 37 રન આપીને 1 અને રાશિદ ખાને 10 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત નવીન ઉલ-હકે 6.3 ઓવરમાં 47 રન અને મોહમ્મદ નબીએ 6 ઓવરમાં 33 રન આપ્યા છે.

અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ શ્રીલંકાએ 2 વિકેટના નુકસાને 125 રન બનાવ્યા છે. શ્રીલંકાનો ઓપનર પાથુમ નિસાંકા 60 બોલમાં 46 રન કરીને અને ડિમુથ કરુણારત્ને 21 બોલમાં 15 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે કુસલ મેન્ડિસ 40 બોલમાં 35 રન કરીને અને સદિરા સમરવિક્રમા 29 બોલમાં 27 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, ફઝલહક ફારૂકીએ 5 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 5 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મુઝીબ ઉર રહેમાને 6 ઓવરમાં 24, નવીન ઉલ-હકે 3 ઓવરમાં 22, રાશિદ ખાને 4 ઓવરમાં 18 અને મોહમ્મદ નબીએ 2 ઓવરમાં 15 રન આપ્યા છે.

અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શ્રીલંકાના ઓપનર બેટ્સમેન પથુમ નિશાંકા અને ડિમુથ કરુણારત્ને બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.

અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ICC વનડે વર્લ્ડકપ 2023ની 30મી મેચ અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે અફઘાનિસ્તાને જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન અને શ્રીલંકા બંને ટીમ વર્લ્ડકપમાં 5-5 મેચ રમી છે. જેમાં બંને ટીમની 2-2 મેચમાં જીત થઈ છે. જેથી આજની મેચ હારનારી ટીમ માટે સેમીફાઈનલનો રસ્તો બંધ થશે.

આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમ ICC વનડે વર્લ્ડકપ 2023ની 31મી મેચ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં રમવામાં આવશે. અફઘાનિસ્તામન અને શ્રીલંકાની ટીમ ટૂર્નામેન્ટમાં 2-2 મેચ જીતી ચૂકી છે અને બંને ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં છે. જેથી આજની મેચ કોણ જીતશે, તે જોવું દિલચસ્પ રહેશે.

પિચ રિપોર્ટ

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની બીજી મેચ રમવામાં આવશે. આ પહેલાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ આ મેદાનમાં રમવામાં આવી હતી. MCAની પિચને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, આ પિચમાં બેટ્સમેનને મદદ મળે છે. જેથી આજની મેચ હાઈસ્કોરિંગ જોવા મળી શકે છે. આ મેદાનમાં અત્યાર સુધી કુલ 8 વનડે મેચ રમાઈ છે. જેમાં દરેક મેચમાં 300થી વધુનો સ્કોર થયો છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

અફઘાનિસ્તાન- રહમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, રહેમત શાહ, હશ્મતુલ્લાહ શાહીદી(કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ઈકરમ અલીખિલ(વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુઝીબ ઉર રહેમાન, નવીન ઉલ-હક, ફઝલહક ફારૂકી

શ્રીલંકા- પથુમ નિશાંકા, ડિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ(કેપ્ટન/વિકેટકીપર), સદિરા સમરવિક્રિમા, ચરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, એન્ઝેલો મેથ્યૂઝ, મહિશ તીક્ષ્ણા, કસુન રજિથા, દુશ્માંથા ચમીરા, દિલશન મદુશંકા

  • Follow us on: