• ન્યૂઝીલેન્ડનો સાત વિકેટે વિજય, 2-0થી શ્રેણી જીતી, વિલિયમ્સનની સદી

  • ન્યૂઝીલેન્ડે 94.2 ઓવરમાં ત્રણ વિકેટે 269 રન બનાવીને વિજય મેળવી લીધો હતો
  • વિલિયમ્સને કારકિર્દીની 32મી ટેસ્ટ સદી ફટકારી હતી

પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા કેન વિલિયમ્સનની આકર્ષક 32મી સદીની મદદથી ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફરીકાને સાત વિકેટે હરાવીને બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ઇતિહાસમાં 92 વર્ષના લાંબા ગાળા બાદ તથા 18 પ્રયાસ બાદ આફરીકન ટીમ સામે શ્રેણી જીતી છે. બંને ટીમ વચ્ચે 1932થી ટેસ્ટ ક્રિકેટ રમાય છે અને બંને વચ્ચે અત્યાર સુધીમાં 18 ટેસ્ટ શ્રેણી રમાઈ છે જેમાં આફરીકન ટીમે 13 શ્રેણી પોતાના નામે કરી હતી ચાર શ્રેણી ડ્રો રહી હતી. સાઉથ આફરીકાનો બીજો દાવ 235 રનના સ્કોરે સમેટાઈ ગયો હતો અને કિવિ ટીમને 267 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યૂઝીલેન્ડે 94.2 ઓવરમાં ત્રણ વિકેટે 269 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. મેચમાં કુલ નવ વિકેટ ઝડપનાર વિલિયમ ઓરુકીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડે ચોથી વખત 250 પ્લસનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો છે. અગાઉ તે બાંગ્લાદેશ સામે એક વખત અને પાકિસ્તાન સામે બે વખત 250નો ટાર્ગેટ ચેઝ કરી ચૂકી છે. વિલિયમ્સને કારકિર્દીની 32મી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે 260 બોલમાં 12 બાઉન્ડ્રી અને બે સિક્સર વડે અણનમ 133 તથા વિલ યંગે 60 રનની ઇનિંગ રમી હતી.


  • Follow us on: