- પાકિસ્તાન 270 ઓલઆઉટ
- સાઉથ આફ્રિકા નવ વિકેટે 271, માર્કરામના લડાયક 91 રન
- પાકિસ્તાન સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થયું
એડન માર્કરામે નોંધાવેલી લડાયક અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપની એક મેચમાં પાકિસ્તાનને એક વિકેટે પરાજય આપીને સેમિફાઇનલ માટે પોતાનો દાવો વધારે મજબૂત કર્યો હતો. પાકિસ્તાનના 270 રનના જવાબમાં સાઉથ આફ્રિકાએ 47.2 ઓવરમાં નવ વિકેટે 271 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.
ટાર્ગેટને ચેઝ કરવા માટે મેદાને પડેલી સાઉથ આફ્રિકન ટીમનો મોટા ભાગના બેટ્સમેનોએ બેવડાં આંકનો સ્કોર નોંધાવ્યો હતો પરંતુ માર્કરામ સિવાય કોઇ મોટી ઇનિંગ રમી શક્યું નહોતું. બાવુમાએ 28, ડી કોકે 24 તથા ડુસૈને 21 રનનું યોગદાન આપ્યું હતું. નવ રન માટે સદી ચૂકેલા માર્કરામે 93 બોલમાં સાત બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે સર્વાધિક 91 રન બનાવ્યા હતા. નીચલી હરોળમાં ડેવિડ મિલરે 29 તથા જાનસેને 20 રન બનાવીને ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડી દીધી હતી. અગાઉ પાકિસ્તાનની ઇનિંગમાં મુખ્ય યોગદાન સુકાની બાબર આઝમે 65 બોલમાં 50 તથા સઉદ શકીલે બાવન રન બનાવ્યા હતા. રિઝવાને 31 તથા શાદાબ ખાને 43 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા માટે તબરેઝ શમ્સીએ 60 રનમાં ચાર તથા માર્કો જાનસેને 43 રનમાં ત્રણ ળિકેટ ખેરવી હતી.










