• ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત
  • વર્લ્ડ કપ 2023 માટે 15 ખેલાડીઓની જાહેરાત
  • ટીમમાં ભારતીય મૂળના ખેલાડીનું નામ નથી

ઓસ્ટ્રેલિયાએ પણ આવતા મહિને ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે તેની ટીમ જાહેર કરી દીધી છે. પસંદગીકારોએ ગયા મહિને 18 ખેલાડીઓની પસંદગી કરી હતી. હવે તેમાંથી 15 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે. આમાં ભારતીય મૂળના ખેલાડીનું નામ નથી.

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પેટ કમિન્સની કપ્તાનીમાં ટીમ વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. ગયા મહિને પસંદગીકારોએ વર્લ્ડ કપ માટે 18 ખેલાડીઓની પસંદગી કરી હતી. હવે તેમાંથી ત્રણને બહાર ફેંકી દેવામાં આવ્યા છે. જો કે, તમામ ટીમો પાસે તેમની વર્લ્ડ કપ ટીમમાં ફેરફાર કરવા માટે 28 સપ્ટેમ્બર સુધીનો સમય છે. ઓસ્ટ્રેલિયા વિશ્વ કપમાં 5 ટાઇટલ સાથે સૌથી સફળ દેશ છે.

ભારતીય મૂળનો ખેલાડી જ બહાર

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પ્રારંભિક 18 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી હતી. તેની સાથે તેણે નાથન એલિસ, આરોન હાર્ડી અને તનવીર સંઘાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. 21 વર્ષીય તનવીરે સાઉથ આફ્રિકામાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી જ મેચમાં તેણે 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. પરંતુ લેગ સ્પિનર ​​એડમ ઝમ્પા પહેલાથી જ ટીમમાં છે. આ કારણોસર સંઘને બહાર થવું પડ્યું હતું.

ટીમમાં આ ખેલાડીઓને કરાયા સામેલ

ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં કોઈ આશ્ચર્યજનક નામ નથી. માર્નસ લાબુશેનને અગાઉ જાહેર કરાયેલી ટીમમાંથી બહાર કરવમાં આવ્યો હતો. જોશ ઈંગ્લિસ, કેમેરુન ગ્રીન, ટ્રેવિસ હેડ, સીન એબોટ અને એશ્ટન અગરને પહેલી વખત વર્લ્ડ કપની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. સ્ટીવ સ્મિથનો આ ચોથો વર્લ્ડ કપ હશે. આ ટીમમાં તે એકમાત્ર ખેલાડી છે જે 2011 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો.

2015માં છેલ્લી વખત ચેમ્પિયન બની હતી

ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લે 2015માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા ટીમ 1999, 2003 અને 2007માં સતત ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ 1987માં ભારત દ્વારા આયોજિત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ટીમ: પેટ કમિન્સ (સી), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, અશ્ટન અગર, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.

  • Follow us on: