• વિમેન્સ સિંગલ્સમાં ઇગા સ્વિયાતેક અને સબાલેન્કોની આગેકૂચ જારી રહી

  • વરસાદના કારણે આ મુકાબલો ગુરુવારે પૂરો થઈ શક્યો નહોતો
  • મેચ બાદ અલ્કારાઝે જણાવ્યું હતું કે આ મારી કારકિર્દીની સૌથી ખરાબ મેચ હતી.

ચાર વખતા ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝે સિનસિનાટી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ગેલ મોનફિલ્સ સામે હાર્યા બાદ ગુસ્સામાં આવીને પોતાના રેકેટને કોર્ટ ઉપર પછાડીને તોડી નાખ્યું હતું.

મોનફિલ્સે ત્રણ સેટ સુધી રમાયેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 4-7, 7-6 (7-5), 6-4થી વિજય હાંસલ કર્યો હતો. વરસાદના કારણે આ મુકાબલો ગુરુવારે પૂરો થઈ શક્યો નહોતો. મેચ બાદ અલ્કારાઝે જણાવ્યું હતું કે આ મારી કારકિર્દીની સૌથી ખરાબ મેચ હતી. મેં ઘણી સારી તૈયારી કરી હતી પરંતુ અપેક્ષા મુજબ રમત રમી શક્યો નહોતો. હું આ મેચને ભૂલી જવા માગું છું અને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની નવેસરથી તૈયારીઓ કરીશ.

મોનફિલ્સની સફર પણ લાંબી ચાલી નહોતી અને શુક્રવારે મોડેથી રમાયેલી મેચમાં તે હોલ્ગર રુને સામે 3-6, 6-3, 6-4થી હારી ગયો હતો. વિમેન્સ સિંગલ્સમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત ઇગા સ્વિયાતેકે માર્ટા કોસ્ત્યુક સામે 6-2, 6-2થી વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર્યના સબાલેન્કોએ ઇલેના સ્વિટોલિના સામે 7-5, 6-2થી વિજય મેળવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. જાસ્મીન પાઓલિની મીરા આન્દ્રીવા સામે 3-6, 6-3, 6-2થી હારી ગઈ હતી.


  • Follow us on: