• પાકિસ્તાનને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં શરમજનક હાર
  • બાંગ્લાદેશે WTC પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી
  • જો ટોપ 3ની વાત કરીએ તો નંબર વન પર છે ટીમ ઈન્ડિયા

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે બાંગ્લાદેશે પાકિસ્તાનમાં ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનને હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતી છે. આ મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTC પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર થયો છે.

પાકિસ્તાનને થયું મોટું નુકસાન

બાંગ્લાદેશ સામેની બીજી મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર બાદ પાકિસ્તાનને WTC પોઈન્ટ ટેબલમાં મોટું નુકસાન થયું છે. પાકિસ્તાનના હાલ 7 મેચમાં 16 પોઈન્ટ છે. તેનું PCT 19.04 થઈ ગયું છે. આ મેચ પહેલા પાકિસ્તાનનો PCT 22.22 હતો. હાલમાં તે 8મા સ્થાને છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ છેલ્લા સ્થાને છે.


બાંગ્લાદેશની ટોપ-5માં એન્ટ્રી થઈ

બીજી ટેસ્ટ પહેલા બાંગ્લાદેશનો PCT 35.10 હતો જે હવે વધીને 45.83 થઈ ગયો છે. આ સાથે બાંગ્લાદેશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. આ મેચ પહેલા બાંગ્લાદેશની ટીમ છઠ્ઠા સ્થાને હતી. હવે બાંગ્લાદેશની ટીમે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમોને પાછળ છોડી દીધી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. હવે માત્ર ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશથી આગળ છે. પાકિસ્તાન સામેની બે ટેસ્ટ મેચ જીત્યા બાદ બાંગ્લાદેશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખી છે. હવે બાંગ્લાદેશે તેની બાકીની મેચો જીતવી પડશે.


પ્રથમ સ્થાને છે ટીમ ઈન્ડિયા

જો ટોપ 3ની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા નંબર વન પર છે. ટીમ ઈન્ડિયા હાલ 68.51 PCT સાથે નંબર વન પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અત્યારે બીજા સ્થાને છે. તેનું PCT હાલમાં 62.5 છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બહુ નાના તફાવત છે.

  • Follow us on: