રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આ વર્ષે ટ્રોફી જીતવી એ તેના ચાહકો માટે આ વખતે એક આશા કરતાં વધારે મજબૂત જીદ જેવુ હતું. એક સક્ષમ ટીમ જેના તમામ ખેલાડીઓ છેલ્લા 18 વર્ષોથી પોતાની ટીમ માટે ટ્રોફી જીતવા માટે એડી ચોટીનું જોર  લગાવી રહ્યા છે, ત્યારે ગઇકાલે એમના ટ્રોફીના વનવાસનો સમય પૂરો થયો.


વિરાટની ભાવુક પોસ્ટ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ગઈ કાલની મેચ એ કોઈ જંગથી ઓછી આકી શકાય એવી ન હતી. 18 વર્ષ થી ટ્રોફીની રાહ જોઈ રહેલા ટીમના ચાહકોનો એક ના દેખાય એવો ભાર એમના ઉપર હતો. ગઈ કાલે પંજાબ સામે મેળવેલી રોમાંચક જીત બાદ, ટીમના સૌથી અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ તેમના સોશિયલ મીડિયા પેજ પર એક ભાવુક પોસ્ટ કરીને તેમના ચાહકો અને ટીમ માટે તેમની લાગણી વ્યક્ત કરી હતી. 4 જૂન 2025 ના રોજ સવારે 8 વાગે કરેલી આ પોસ્ટમાં વિરાટ કોહલીએ તેમની આટલા વર્ષોની સફરને યાદ કરી. વિરાટ કોહલીની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાઇરલ થઈ રહી છે.

શું લખ્યું કોહલીએ ?

આજે વહેલી સવારે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ કરતાં કોહલીએ લખ્યુ કે , "આ ટીમને એક સપનાંને શક્ય બનાવ્યું, આ એક એવી સફર હતી જેને હું ક્યારેય નહીં ભૂલી શકું. છેલ્લા 2.5 મહિના દરમ્યાન અમે આ સફરનો ખૂબ આનંદ લીધો. આ જીત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના એ તમામ ચાહકો માટે જેમને ખરાબ સમયમાં પણ ટીમનો સાથ નથી છોડ્યો. જ્યાં સુધી ટ્રોફીની વાત છે તો ચોક્કસથી મને 18 વર્ષ જેટલો સમય લાગી ગયો, પરંતુ આ સમય લેખે લાગ્યો છે."

IPL 2025 માં ખૂબ રમ્યા કોહલી

IPL 2025માં આ વખતે વિરાટ કોહલીએ તેમના બેટથી ઢગલાબંધ રન બનાવ્યા. આ વખતે ટીમને અને તેમના ચાહકોને તેમને બિલકુલ નિરાશ નથી કર્યા. વિરાટ કોહલીએ IPLની 15 મેચોમાં 657 રન ખડકી દીધા, જેમાં 8 અર્ધ શતક પણ ફટકારી છે. આ વખતે IPLમાં વિરાટ કોહલી 57.45 ની શાનદાર એવરેજથી ટીમ માટે રમ્યા. રોયલ ચેન્જર્સ બેંગલુરુ માટે તેમની બેટિંગ સમય મુજબ આક્રમક અને સ્થિર બંને રીતે સફળ રહી. 

  • Follow us on: