• WPLની પહેલી સિઝન 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં સમાપ્ત થઈ
  • WPL 2023 ટ્રોફી માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થયો હતો
  • હરમનપ્રીત કૌરની ટીમ 7 વિકેટે જીતી હાંસલ કરી WPL ટાઈટલ જીતનારી પહેલી ટીમ બની ગઈ

વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝન 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં સમાપ્ત થઈ ગઈ છે. રવિવારે, WPL 2023 ટ્રોફી માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. જે હરમનપ્રીત કૌરની ટીમે 7 વિકેટે જીતી લીધો હતો. આ સાથે ટીમ WPL ટાઈટલ જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. ટ્રોફી જીત્યા પછી આખી ટીમની સાથે ફ્રેન્ચાઇઝીની માલિક નીતા અંબાણી અને કોચ ઝુલણ ગોસ્વામી પણ ખુશ દેખાતી હતી. જ્યારે કપ્તાન હરમનપ્રીતે ઝુલણને ગળે લગાવી, ત્યારે ડ્રેસિંગ રૂમમાં નીતા અંબાણી ખુશીથી ઝૂમી ઊઠ્યાં હતાં.


[[$googlead]]

WPL 2023 ટાઈટલ જીત્યા બાદ ખુશીથી ઝૂમી ઊઠી હરમનપ્રીત કૌર

[[$alsoread]]

વાસ્તવમાં, 26 માર્ચે દિલ્હી સામેની ફાઇનલ મેચમાં સિવર-બ્રન્ટે ઇનિંગ્સની 19.3 ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સને ખિતાબ જીતાડ્યો હતો. તેણે આતિશી ઇનિંગ્સ રમીને ટીમને શાનદાર જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની અડધી સદીની ઇનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે મેચ 7 વિકેટે જીતવામાં સફળતા મેળવી હતી. મુંબઈની મેચ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ખૂબ જ ખુશ હતી અને મેદાનમાં જઈને સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા.


આ પછી તે પોતાની ટીમના મેન્ટર અને બોલિંગ કોચ ઝુલણ ગોસ્વામી પાસે પહોંચી અને તેને ભેટી ગઈ હતી. બીજી તરફ, ટીમનાં માલિક નીતા અંબાણી પણ ડ્રેસિંગ રૂમમાં ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં. આ સિવાય હરમનને જ્યારે જય શાહ દ્વારા ટ્રોફી આપવામાં આવી ત્યારે તેણે એમએસ ધોનીની જેમ પોતાની ટીમને ટ્રોફી આપીને પોતે સાઇડ જઈને ઊભી રહી ગઈ હતી. અંતે, આખી ટીમ જીતની ઉજવણી કરવા માટે એકસાથે મળી અને એક સાથે ફોટા માટે પોઝ આપ્યો. હવે મુંબઈ ઈન્ડિયન્સની આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આવી હતી WPL 2023ની ફાઇનલ મેચ

મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 9 વિકેટના નુકસાન પર 132 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ દરમિયાન ટીમ બેટિંગમાં ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જોકે, છેલ્લી ઓવરમાં શિખા પાંડે અને રાધા યાદવની જોડીએ બાજી સંભાળી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી. જવાબમાં, મુંબઈએ નતાલી સાયવર બ્રન્ટની અડધી સદીના આધારે આપેલ લક્ષ્યનો પીછો માત્ર 19.3 ઓવરમાં કરી લીધો હતો. બ્રન્ટે અંતમાં વિજયી સ્કોર રમ્યો હતો. તેણે ચોગ્ગો ફટકારીને મુંબઈ ઈન્ડિન્સ માટે 7 વિકેટે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.

  • Follow us on: