• BCCIએ બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ પહેલા લીધો મોટો નિર્ણય
  • અજય રાત્રાની પસંદગી સમિતિના સભ્ય તરીકે નિમણૂક
  • અજય રાત્રા પસંદગી સમિતિમાં સલિલ અંકોલાનું લેશે સ્થાન

ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના દૃષ્ટિકોણથી આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ક્રિકેટ સલાહકાર સમિતિએ બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે અજય રાત્રાનું નામ આપ્યું છે. પસંદગી સમિતિના વડા અજીત અગરકર છે. અજય રાત્રા પસંદગી સમિતિમાં સલિલ અંકોલાની જગ્યા લેશે.

અજય રાત્રાને બોહળો અનુભવ

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન અજય રાત્રાને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે અને તેનો રેકોર્ડ પ્રભાવશાળી છે. તેમણે આસામ, પંજાબ અને ઉત્તર પ્રદેશના હેડ કોચ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત, તે 2023માં સાઉથ આફ્રિકામાં ODI સિરીઝ દરમિયાન ભારતીય ટીમના કોચિંગ સ્ટાફનો પણ ભાગ હતો. તેની પાસે અનુભવ છે, જે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે.

પસંદગીકાર તરીકે અજય રાત્રાની પ્રથમ પ્રાથમિકતા શ્રેષ્ઠ પ્રતિભાને ઓળખવાની રહેશે. તે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી સમિતિના વર્તમાન સભ્યો સાથે કામ કરશે. અજય રાત્રા સિલેક્શન કમિટીમાં ક્યારે જોડાશે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. તે બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે કે નહીં.

ભારત માટે 6 ટેસ્ટ મેચ રમી

અજય રાત્રાએ 2002માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 6 ટેસ્ટમાં 163 રન અને 12 ODI મેચમાં કુલ 90 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે ઘણા રન નોંધાયેલા છે. તેણે 99 ફર્સ્ટ ક્લાસ મેચમાં 4029 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 89 લિસ્ટ-એ મેચમાં 1381 રન બનાવ્યા છે. તે ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા તરફથી રમતા હતા.

  • Follow us on: