• હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરિઝની જાહેરાત થઈ
  • આ સીરિઝ માટે ભારતે ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપી છે
  • ટીમ ઈન્ડિયાએ ટી20 સીરિઝ માટે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂક્યો

ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરિઝની જાહેરાત કરી છે. આમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતે ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપી છે. પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપરાએ હાર્દિક પર પ્રતિક્રિયા આપી છે. ચોપરાનું કહેવું છે કે હાર્દિકને ટી20 વર્લ્ડ કપ 2024 માટે પણ ભારતનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેમનું કહેવું છે કે ભારતીય ટીમ હવે પરિવર્તન તરફ આગળ વધી છે.

પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા જ ટી-20માં ભારતની કેપ્ટનશિપ કરી છે. એક સમાચાર અનુસાર આકાશે કહ્યું, “હાર્દિક પંડ્યાને ટી-20 વર્લ્ડ કપ બાદ કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. હવે લાગે છે કે તે કેપ્ટન રહેશે. તેને આગામી T20 વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે. મને લાગે છે કે ભારતીય ટીમ હવે પરિવર્તન તરફ આગળ વધી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ ટી20 સીરિઝ માટે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમારને તક આપવામાં આવી છે. તેની સાથે રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક, આવેશ ખાન અને અર્શદીપ સિંહને બોલિંગ માટે ભરોસો અપાયો છે. ટીમ ઈન્ડિયાએ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પણ ટીમમાં જગ્યા આપી છે. ટીમ ઈન્ડિયાએ ટી20 સીરિઝ માટે સિનિયર ખેલાડીઓને તક આપી નથી. તેમને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ટી-20 સીરિઝમાં નહીં રમે.

વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટે ભારતની T20 ટીમ

ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (ઉપકપ્તાન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કપ્તાન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન અને મુકેશ કુમાર.

  • Follow us on: