• એલેક્સ કેરીએ ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી
  • છેલ્લા 9 વર્ષમાં ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર
  • આ પહેલા વર્ષ 2013માં વિકેટકીપર બ્રેડ હેડિને સદી ફટકારી હતી

31 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીએ મેલબોર્નમાં ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. કેરીની ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ સદી છે. તેણે 133 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

2013 બાદ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન વિકેટકીપર

[[$googlead]]

ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી હતી. કેરી છેલ્લા 9 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બની ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 111 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી વર્ષ 2013માં આ વિકેટકીપરે ટેસ્ટમાં સદી ફટકારી હતી.

[[$alsoread]]

એલેક્સ કેરીની ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ સદી

ડાબોડી બેટ્સમેન એલેક્સ કેરીએ 133 બોલમાં સદી ફટકારી હતી. કેરીની ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ સદી છે. તેણે 14 ટેસ્ટ મેચની 19મી ઇનિંગમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. કેરીએ 149 બોલમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ફાસ્ટ બોલર માર્કો જાનસેનના બોલ પર કેચ આઉટ થયો હતો. કેમેરોન ગ્રીન સાથે એલેક્સ કેરીએ 112 રન જોડ્યા હતા. આ પહેલા બ્રેડ હેડિને વર્ષ 2013માં ટેસ્ટમાં સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ 575/8 ડિકલેર કર્યો

ઓસ્ટ્રેલિયાએ બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે તેનો પ્રથમ દાવ 575/8 પર ડિકલેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 189 રન બનાવ્યા હતા. યજમાન કાંગારૂ ટીમ પ્રથમ દાવમાં 386 રનની લીડ ધરાવે છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ આ મેચ પર પોતાની પકડ સંપૂર્ણપણે મજબૂત કરી લીધી છે. તેની તરફથી ડેવિડ વોર્ને 200 રન બનાવ્યા જ્યારે સ્ટીવ સ્મિથે 85 જ્યારે ટ્રેવિસ હેડ અને કેમેરોન ગ્રીને 51-51 રનનું યોગદાન આપ્યું.


એલેક્સ કેરી ટિમ પેઈનનો અનુગામી

એલેક્સ કેરીને ટિમ પેઈનના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરનાર પેન પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સદી ફટકારી શક્યો નહોતો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ 3 મેચની શ્રેણી પર કબજો કરી લેશે. ઓસ્ટ્રેલિયાએ ગાબા ટેસ્ટ 6 વિકેટે જીતી હતી.

  • Follow us on: