- શ્રીલંકામાં રમાઈ રહી છે એશિયા કપ મેચ સિરીઝ
- ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે આજે મુકાબલો
- આ મેચના ટોપ-5 ખેલાડીઓ પર સૌ કોઈની નજર
એશિયા કપની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શિવનારના કેન્ડી, શ્રીલંકામાં રમાઈ રહી છે. આ મેચ દ્વારા, બંને ટીમો ચાર વર્ષ પછી ODI ફોર્મેટમાં 2019 વર્લ્ડ કપ પછી આમને-સામને આવી છે. આ મેચમાં તમામની નજર બંને ટીમના કેટલાક મહત્વના ખેલાડીઓ પર રહેશે. આવો જાણીએ આ મેચના ટોપ-5 ખેલાડીઓ કોણ છે.
1 વિરાટ કોહલી
પાકિસ્તાન સામે, વિરાટ કોહલી તેની કારકિર્દીની શરૂઆતથી જ સારી લયમાં દેખાયા છે. તેમણે પાકિસ્તાન સામે તેમની ODI કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 બનાવ્યો છે. અત્યાર સુધી વિરાટે પાકિસ્તાન સામે 13 વનડેની 13 ઇનિંગ્સમાં 48.72ની એવરેજથી 536 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તે જ સમયે, 2022 T20 વર્લ્ડ કપમાં, તેમણે પાકિસ્તાન સામેની મેચમાં રનનો પીછો કરતી વખતે 82* રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
2 બાબર આઝમ
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ભારત સામેની વનડેમાં અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યા નથી, પરંતુ તેનું શાનદાર ફોર્મ આજની મેચમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે. બાબરે ભારત સામે 5 વનડેમાં 31.60ની એવરેજથી 158 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણએ કોઈ સદી કે અડધી સદી ફટકારી નથી.
3 રોહિત શર્મા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ પાકિસ્તાન સામેની વનડેમાં સારી લયમાં જોવા મળી રહ્યા છે. અગાઉ બંને વચ્ચેની ODI ટક્કરમાં (2019 વર્લ્ડ કપ), રોહિત શર્માએ 140 રનની ઇનિંગ રમી હતી. ભારતીય કેપ્ટને પાકિસ્તાન સામેની 16 ODI ઇનિંગ્સમાં 51.42ની એવરેજથી 720 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી 2 સદી અને 6 અડધી સદી નીકળી છે.
4 શાહીન આફ્રિદી
પાકિસ્તાની લેફ્ટ ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અત્યાર સુધી ભારત માટે ખતરો સાબિત થયા છે. નવા બોલ સાથે શાહીન ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર પર તબાહી મચાવી શકે છે. જો કે, ODIમાં શાહીન ભારત સામે માત્ર એક જ મેચ રમ્યો છે, જેમાં તેણે 6 ઓવરમાં 42 રન આપ્યા હતા અને તેને કોઈ સફળતા મળી ન હતી.
5 મોહમ્મદ સિરાજ
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી, પરંતુ ODIમાં સિરાજની આક્રમક બોલિંગ પાકિસ્તાનના બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.