• રોહિત, જસપ્રિત અને હાર્દિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું
  • હાર્દિક બોલિંગ કરવા આવ્યો ત્યારે રોહિત અને બુમરાહ કંઈક સમજાવી રહ્યા હતા
  • હાર્દિકે બંને દિગ્ગજોની વાતને અવગણીને ત્યાંથી ચાલ્યો ગયો 

IPL 2024ની પાંચમી મેચ હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન આવી ઘટના જોવા મળી હતી જેને જોઈને સોશિયલ મીડિયાના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સાથે હાર્દિક પંડ્યા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

શું થયું આ વાયરલ વીડિયોમાં?

આ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે શુભમન ગિલની ટીમ બેટિંગ કરવા મેદાનમાં આવી ત્યારે એવું લાગી રહ્યું હતું કે હાર્દિક પંડ્યાનો નિર્ણય સાચો સાબિત થયો છે. આ દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિત, હાર્દિક અને બુમરાહ વચ્ચેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈની ટીમમાં હજુ પણ બધું બરાબર નથી. ખેલાડીઓની સાથે રમવું એ માત્ર એક મજબૂરી છે. તમને જણાવી દઈએ કે જ્યારે હાર્દિક બોલિંગ કરવા આવ્યો ત્યારે રોહિત અને બુમરાહ હાર્દિકને કંઈક સમજાવી રહ્યા હતા.

'હાર્દિકે રોહિત-બુમરાહની વાતને અવગણી'

હાર્દિક પંડ્યાની પ્રતિક્રિયા જોઈને લાગી રહ્યું હતું કે તે કોઈની વાત સાંભળવા તૈયાર નથી. હાર્દિકે બંને દિગ્ગજોની વાતને અવગણીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ પણ બુમરાહ અને રોહિત શર્મા હાર્દિક તરફ ઈશારો કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. આ વીડિયો જોઈને લાગે છે કે હાર્દિક પંડ્યા રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સાથે સહમત નથી.

હાર્દિકને અનુભવીઓ પાસેથી ટિપ્સની જરૂર નથી

રોહિત જેણે પોતાની ટીમ માટે 5 IPL ટ્રોફી જીતી છે હાર્દિક તેની વાત સાંભળવાની ના પાડી રહ્યો છે. બુમરાહ વિશ્વનો નંબર વન બોલર છે પરંતુ હાર્દિક તેની ટીપ્સ પણ લેવા માંગતો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ચાહકો દાવો કરી રહ્યા છે કે ત્રણેય વચ્ચેનો અણબનાવ હજુ સમાપ્ત થયો નથી.

  • Follow us on: