- IPL 2024માં RCBનું સતત ખરાબ પ્રદર્શન
- આ સિઝનમાં RCB પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને
- RCB ત્રણ વખત IPLની ફાઇનલમાં પહોંચ્યું
RCBની ટીમ IPL 2024માં કઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. પ્રથમ ચાર મેચમાં માત્ર મેચ જીતી છે અને ત્રણ મેચમાં કરામી હારનો સામનો કરવો પડ્યો છે. આ સિઝમનાં બધી જ ટીમો જ્યારે હોમ ગ્રાઉન્ડ પર મેચો જીતી રહી છે ત્યારે RCBએ સતત બે મેચ ઘરઆંગણે હારી છે. આ સિઝનમાં વિરાટ કોહલી સિવાય બોલરો અને બેટ્સમેનો કઈં ખાસ કરી શક્યા નથી. જેને કારણે RCB પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને છે. RCBના ખરાબ પ્રદર્શન બાદ અંબાતી રાયડુએ જણાવ્યું છે કે બેંગલોર આજ સુધી કેમ ચેમ્પિયન બની શક્યું નથી?
RCB એકપણ ટ્રોફી જીત્યું નથી
લખનૌ સુપર જાયન્ટસ સામેની હાર બાદ ભારતીય ભૂતપુર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ બેંગલોરના બોલરો વધુ રન આપે છે અને બાદમાં બેટ્સમેનો સારો દેખાવ કરી શકતા નથી. જ્યારે બેંગલોર મુશ્કેલ પરિસ્થિતમાં હોય છે ત્યારે યુવા ખેલાડીઓ સારુ પ્રદર્શન કરે છે પરંતુ મોટો નામ ધરાવતા ખેલાડીઓ ફ્લોપ રહ્યા છે. છેલ્લા 16 વર્ષથી RCB આ ભૂલનું પુનરાવર્તન કરી રહી છે. આ કારણોસર આ ટીમ આટલા વર્ષોથી IPL ટ્રોફી જીતી શક્યા નથી. વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ, ગ્લેન મેક્સવેલ અને દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓ લખનૌ સુપર જાયન્ટ્સ સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આ ખેલાડીઓના વહેલા આઉટ થવાને કારણે પાછળથી આવતા બેટ્સમેન પર દબાણ વધે છે અને RCBની બેટિંગ વિખેરાઈ જાય છે.
રાયડુએ ચેન્નાઈ અને મુંબઈ માટે ટાઈટલ જીત્યું
અંબાતી રાયડુ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને ફ્રેન્ચાઈઝી માટે રમ્યો છે અને ટીમો માટે ખિતાબ જીત્યો છે. રાયડુએ વર્ષ 2013, 2015, 2017માં મુંબઈ માટે IPL ટ્રોફી જીતી છે. આ પછી તેણે વર્ષ 2018, 2021, 2023માં CSK માટે IPL ટાઇટલ જીત્યું છે. તેણે 175 IPL મેચોમાં 3916 રન બનાવ્યા છે જેમાં 1 સદી અને 21 ફિફ્ટી સામેલ છે.
RCB ત્રણ વખત IPLની ફાઇનલમાં પહોંચ્યું
RCBની ટીમ 2008થી IPLમાં રમી રહી છે. પરંતુ ટીમ એક વખત પણ IPL ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ટીમ ત્રણ વખત (2009, 2011, 2016) IPL ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. પરંતુ દરેક વખતે RCBને હારનો સામનો કરવો પડ્યો છે.