- બાંગ્લાદેશ સામે રમાતી પ્રથમ ટેસ્ટ મેચમાં બાબર આઝમ શૂન્યમાં આઉટ
- બાબર આઝમના ફેન્સ તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરે છે
- બાબર આઝમ શૂન્ય પર આઉટ થતા યુઝર્સે ટ્રોલ કર્યો
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પ્રથમ ત્રણ વિકેટ માત્ર 16 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. પાકિસ્તાનની ત્રીજી વિકેટ બાબર આઝમના રૂપમાં પડી હતી. તે શૂન્ય પર આઉટ થયો હતો. શરીફુલ ઈસ્લામે બાબરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. બાબરના આઉટ થયા બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો હતો.
બાબરના આઉટ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ
રાવલપિંડીમાં પાકિસ્તાન તરફથી અબ્દુલ્લા શફીક અને સૈમ અયુબ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન શફીક માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી તરત જ શાન મસૂદ પેવેલિયન પરત ફર્યો હતો. પાકિસ્તાનની ત્રીજી વિકેટ બાબરના રૂપમાં પડી હતી. બાબર આઝમ માત્ર 2 બોલનો સામનો કરીને તે શૂન્ય પર આઉટ થયો હતો. બાબરના આઉટ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો.
કોહલીના ફેન્સે આપી પ્રતિક્રિયા
બાબર આઝમના ફેન્સ તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરે છે. કોહલી અને બાબરની સરખામણીને લઈ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ જોવા મળી છે. હવે જ્યારે તે ઝીરો પર આઉટ થયો ત્યારે તે ટ્રોલ થઈ ગયો. કોહલીના એક ફેન્સે લખ્યું, "અને આ વિરાટ કોહલી કરતા સારો છે." અરે, કોઈ ઝિમ્બાબ્વેમાંથી તેને રમાડો. આ પોસ્ટની સાથે અન્ય પોસ્ટ પણ શેર કરવામાં આવી છે.