• IPLની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવાની છે
  • ઓસ્ટ્રેલિયાનો મહાન ખેલાડી જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત છે
  • એચિલીસ ઈજામાંથી સાજા થવાને કારણે તે કેટલીક મેચોમાં નહીં રમે તે નિશ્ચિત

વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ IPLની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવાની છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમને મોટો ફટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની ઈજા બાદ હવે RCBનો વધુ એક દિગ્ગજ ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. આ કારણે તે ખેલાડીને આઈપીએલની આખી સિઝનમાં રમવા મળવા પર શંકા છે.

હેઝલવુડને ઈજા થઈ

ઓસ્ટ્રેલિયાનો મહાન ખેલાડી જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત થયો છે, એચિલીસ ઈજામાંથી સાજા થવાને કારણે તે કેટલીક મેચોમાં નહીં રમે તે નિશ્ચિત છે. ઓસ્ટ્રેલિયાનો આ ફાસ્ટ બોલર ભારત સામેની બાકીની બે ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો છે અને સારવાર માટે સ્વદેશ પરત ફર્યો છે. હજુ એ સ્પષ્ટ નથી કે RCBનો ફાસ્ટ બોલર 2 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમની પહેલી મેચ રમવા માટે સમયસર ફિટ થશે કે નહીં.

ODI સીરિઝમાંથી પણ બહાર

ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો લાગ્યો હતો કારણ કે હેઝલવુડ પણ ભારત સામે 17 માર્ચથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. હેઝલવુડ માટે એચિલીસ મેનેજ કરવું એક મોટી સમસ્યા બની ગઈ અને ઓસ્ટ્રેલિયા ટીમ મેનેજમેન્ટે તેને પરત મોકલવાનો નિર્ણય કર્યો. હેઝલવુડે કહ્યું, 'અત્યારે થોડું વર્કલોડ મેનેજમેન્ટ. માત્ર ઈજા મટાડવાનું છે. જ્યારે હું બોલિંગ કરતો હતો ત્યારે મને તકલીફ થતી હતી. કદાચ તે સારું ન થયું.

  • Follow us on: