• ભારત સામે સાઉથ આફ્રિકાની 5 વિકેટે જીત
  • સાઉથ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ
  • પ્રથમ મેચ વરસાદના કારણે કરવામાં આવી હતી રદ

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાની 5 વિકેટે જીત થઈ હતી. આ મેચ ગકેબરાહના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 7 વિકેટના નુકસાને 180 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે DLS મેથડ અનુસાર સાઉથ આફ્રિકાને જીત માટે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ 13.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. 

સાઉથ આફ્રિકાની ઈનિંગ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી T20 મેચમાં સાઉથ આફ્રિકાની 5 વિકેટે જીત થઈ છે. વરસાદના કારણે DLS મેથડ અનુસાર સાઉથ આફ્રિકાને જીત માટે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ 13.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન ઓપનર રીઝા હેન્ડ્રીક્સે 27 બોલમાં 8 ફોર અને 1 સિકસની મદદથી 49 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન એડન માર્કરમે 17 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 30 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ મિલર 11 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય બોલરની વાત કરવામાં આવે તો મુકેશ કુમારે 3 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ ઝડપી છે. મોહમ્મદ સિરાજ અને કુલદિપ યાદવને 1-1 સફળતા મળી હતી. 

સાઉથ આફ્રિકાની તોફાની શરૂઆત

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 મેચની બીજી ઈનિંગનો પ્રથમ પાવર પ્લે પૂર્ણ થયો છે. સાઉથ આફ્રિકાએ 5 ઓવર બાદ 1 વિકેટના નુકસાને 67 રન બનાવ્યા છે. DLS મેથડ અનુસાર સાઉથ આફ્રિકા 15 ઓવરમાં 152 રનના ટાર્ગેટનો પીછો કરતા તાબડતોડ શરૂઆત કરી છે. સાઉથ આફ્રિકાના ઓપનર મેથ્યુ બ્રિટ્ઝકે 7 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 16 રન બનાવીને રનઆઉટ થયો હતો. જ્યારે રીઝા હેન્ડ્રીક્સ 15 બોલમાં 5 ફોર અને 1 સિકસની મદદથી 31 રન અને કેપ્ટન એડમ માર્કરમ 8 બોલમાં 16 રન કરીને ક્રિઝ પર છે. ભારતના બોલર હજુ સુધી એક પણ સફળતા મળી નથી. ભારતના બોલર અર્શદિપે 2 ઓવરમાં 31 રન આપ્યા છેે.

સાઉથ આફ્રિકાએ 42ના કુલ સ્કોર પર ત્રીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. મેથ્યુ બ્રિટ્ઝકે સાત બોલમાં 16 રન બનાવીને રનઆઉટ થયો હતો

ભારત અને સાઉથ આફ્રિકાની બીજી T20 મેચની બીજી ઇનિંગ શરૂ થઇ હતી. સાઉથ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રીક્સ અને મેથ્યુ બ્રીટ્ઝક ઓપનિંગ કરવા આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત  મોહમ્મદ સિરાજે કરી હતી.

સાઉથ આફ્રિકા સામેની મેચમાં વરસાદ વિલન બન્યો છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંંગ કરતા ભારતે 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા છે. વરસાદના કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. તેથી પ્રથમ ઈનિંંગ સમાપ્ત કરવામાં આવી છે અને DLS મેથડ અનુસાર સાઉથ આફ્રિકાને જીત માટે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો છે. 

ભારતની ઈનિંગ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં 19.3 ઓવરની રમત પૂર્ણ થઇ છે. ભારતે 19.3 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 180 રન બનાવ્યા છે. વરસાદના કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. તેથી પ્રથમ ઈનિંંગ સમાપ્ત કરવામાં આવી છે અને DLS મેથડ અનુસાર સાઉથ આફ્રિકાને જીત માટે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતના બંને ઓપનર શૂન્ય રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ બાદમાં સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિહે શાનદાર ઈનિંગ રમી હતી. રિંકુ સિંહે 39 બોલમાં 9 ફોર અને 2 સિક્સની મદદથી 68 રનની અણનમ ઈનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે કપ્તાની ઈનિંગ રમીને 36 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્માએ 20 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 29 રન બનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો ગેરાલ્ડ કોએત્ઝીએ 3.3 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી છે. જ્યારે માર્કો યાન્સન,તબરેઝ શમ્સી અને લિઝાર્ડ વિલિયમ્સને 1-1 સફળતા મળી છે.

વરસાદના કારણે મેચ સ્થગિત

સાઉથ આફ્રિકા સામેની મેચમાં વરસાદ વિલન બન્યો છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંંગ કરતા ભારતે 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા છે. હવે વરસાદના લીધે મેચ સ્થગિત કરવામાં આવી છે. જો વરસાદ લાંબો સમય ચાલુ રહ્યો તો DLS મેથડ દ્વારા ટાર્ગેટ સેટ કરી મેચ રિજ્યુમ કરવામાં આવી શકે છે.

રિકું સિહે ફટકારી ફિફટી

રિંકુ સિંહે માત્ર 30 બોલમાં 9 ચોગ્ગાની મદદથી ફિફ્ટી ફટકારી છે. T20 ઈન્ટરનેશનલમાં આ તેની પ્રથમ ફિફ્ટી છે. 16 ઓવર પછી ભારતનો સ્કોર 5 વિકેટે 149 રન છે.

15 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 141 રન 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં 15 ઓવરની રમત પૂર્ણ થઇ છે. ભારતે 15 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 141 રન બનાવ્યા છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતના બંને ઓપનર શૂન્ય રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ બાદમાં તિલક વર્મા અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇનિંગને સંભાળી હતી. તિલક વર્માએ 20 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 29 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે કપ્તાની ઈનિંગ રમીને 36 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં રિકું સિંહ 27 બોલમાં 47 રન અને જીતેશ શર્મા 2 બોલમાં 1 રન કરીને ક્રિઝ પર છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, તબરેઝ શમ્સી અને લિઝાર્ડ વિલિયમ્સને 1-1 સફળતા મળી છે.

સૂર્યકુમાર યાદવે ફટકારી ફિફટી

ભારતે પ્રથમ 2 ઓવરમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા મેદાન પર આવ્યો હતો. સૂર્યકુમાર યાદવે કપ્તાની ઈનિંગ રમીને 36 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો છે. જે દરમિયાન 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

પાવર પ્લેમાં સૂર્યાકુમાર યાદવની આક્રમક બેટિંગ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં પ્રથમ પાવર પ્લે પૂર્ણ થયો છે. ભારતે 6 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 59 રન બનાવ્યા છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતના બંને ઓપનર શૂન્ય પર આઉટ થયા હતા. પરંતુ બાદમાં તિલક વર્મા અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇનિંગને સંભાળી હતી. તિલક વર્માએ 20 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 29 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં સૂર્યકુમાર યાદવ 9 બોલમાં 21 રન અને રિંકું સિહ 1 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી અને લિઝાર્ડ વિલિયમ્સને 1-1 સફળતા મળી છે.

ભારતે ખરાબ શરૂઆત કરી છે. ભારતના બંને ઓપનર  શૂન્ય પર આઉટ થયા છે. જેમાં ગિલ 2 બોલમાં 0 અને જયસ્વાલ 3 બોલમાં 0 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સને અને લિઝાર્ડ વિલિયમ્સે 1-1 સફળતા મેળવી છે. હાલમાં ભારત તરફથી તિલક વર્મા અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચની ઈનિંગ શરૂ થઇ છે. ભારત ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે. જેમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. જેમાં યશસ્વી જયસ્વાલ  શૂન્ય પર આઉટ થયો છે. માર્કો યાન્સને સાઉથ આફ્રિકાને પ્રથમ સફળતા અપાવી છે.

સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી મેચ રમાશે. આ મેચ ગકેબરાહના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટોસ થયો છે. જે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. બીજી તરફ સ્ટાર સ્પિનર ​​કેશવ મહારાજને સાઉથ આફ્રિકાની ટીમમાં સ્થાન મળ્યું નથી.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

સાઉથ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રીટ્ઝકે, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સન, એન્ડી ફેહલુકવાયો, લિઝાર્ડ વિલિયમ્સ, ગેરાલ્ડ કોએત્ઝી, તબરેઝ શમ્સી.

પિચ રિપોર્ટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 ગકેબરાહના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાશે, જ્યાં અત્યાર સુધી માત્ર ત્રણ T20 મેચ રમાઈ છે. અહીંની પીચ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ છે. પિચ પર સારો ઉછાળો જોવા મળે છે. તેથી, ટોસ અહીં વધુ ભૂમિકા ભજવશે નહીં. મેદાન પર રમાયેલી ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી, પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ તેમાંથી 2 જીતી છે. આ મેદાન પર રમાયેલી SA T20 લીગની પાંચ મેચોમાં 3 મેચ રનચેઝ કરતા ટીમ અને 2 મેચ પ્રથમ બેટિંગ કરતી ટીમ જીતી છે. આવી સ્થિતિમાં કોઈપણ ટીમ ટોસ જીતવાની સાથે મેચ જીતી શકે છે. પરંતુ વાદળછાયા વાતાવરણમાં, જે કેપ્ટન ટોસ જીતે છે તે બોલિંગ પસંદ કરવાનું પસંદ કરી શકે છે.

વેધર રિપોર્ટ

સાઉથ આફ્રિકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગકેબરહામાં યોજાનારી T20 મેચ દરમિયાન વરસાદની 60 ટકા શક્યતા છે. ગકેબરહાનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ મેચ સાઉથ આફ્રિકાના સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5 વાગ્યે શરૂ થશે. અટેલે કે ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે. હવે જોવાનું રહેશે કે સાંજ સુધીમાં ત્યાંના હવામાનમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં.

  • Follow us on: