- હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રાદ્ધાંજલિ આપી
- નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો
- સાઇ તથા કેટલાક ભૂતપૂર્વ તથા વર્તમાન એથ્લેટ્સ હાજર રહ્યા હતા
નેશનલ સ્પોર્ટ્સ-ડેના દિવસે કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ફિટ ઇન્ડિયા ક્વિઝના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. અનુરાગ ઠાકુરે બુડાપેસ્ટ ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક ચમ્પિયનશિપમાં ભાગ લેનાર મેન્સ ચાર બાય 400 મીટર રિલે ટીમને પણ સન્માનિત કરી હતી. નવી દિલ્હીની વિવિધ શાળાના લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓંને, એમવાયએએસ, સાઇ તથા કેટલાક ભૂતપૂર્વ તથા વર્તમાન એથ્લેટ્સ હાજર રહ્યા હતા. ખેલો ઇન્ડિયા યોજના હેઠળ મંજૂર થયેલા સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગેની પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું. પ્રોગ્રામ દરમિયાન હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને પણ શ્રાદ્ધાંજલિ આપવામાં આવી હતી. નોંધનીય છે કે ભારતભરમાં વિવિધ સ્પોર્ટ્સ સેન્ટર ફેડરેશન તથા સ્કૂલોમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ હતી.










