- વિરાટ કોહલી હાલમાં T20 વર્લ્ડકપ 2024માં વ્યસ્ત છે
- કોહલીને ફાધર્સ ડે નિમિત્તે એક રસપ્રદ સરપ્રાઈઝ મળ્યું
- અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી હાલમાં T20 વર્લ્ડકપ 2024માં વ્યસ્ત છે. કોહલી ગ્રુપ મેચોમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. દરમિયાન, તેને ફાધર્સ ડે નિમિત્તે એક રસપ્રદ સરપ્રાઈઝ મળ્યું છે. કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એક ફોટો છે. તેમાં પગના નિશાન છે. ચાહકોએ ખૂબ જ ઓછા સમયમાં આ પોસ્ટને લાખો લાઈક કરી છે.
ઇન્સ્ટા પર તસવીર કરી શેર
વાસ્તવમાં અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. આમાં, એક કાગળ પર પગના નિશાન દેખાય છે. સાથે જ લખ્યું છે કે, હેપ્પી ફાધર્સ ડે. કોહલી અને અનુષ્કાને બે બાળકો છે. તેમની પુત્રી વામિકા અને પુત્ર અકાય. અનુષ્કાએ આ પોસ્ટ સાથે ખૂબ જ સુંદર કેપ્શન પણ લખ્યું છે. આ પોસ્ટ પર ચાહકોએ ઘણી રસપ્રદ કોમેન્ટ્સ કરી છે. અનુષ્કાની પોસ્ટને અડધા કલાકમાં 4 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.
બોલિવૂડથી દુર છે અનુષ્કા
ઉલ્લેખનીય છે કે અનુષ્કા હવે બોલિવૂડથી ઘણી દૂર છે. લગ્ન પછી તે ફક્ત તેના પરિવાર માટે જ સમય ફાળવે છે. જોકે તેની ફેન ફોલોઈંગ હજુ પણ ઘણી વધારે છે. અનુષ્કાને ઇન્સ્ટાગ્રામ પર 67 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અનુષ્કાની બ્રાન્ડ વેલ્યુ પણ ઘણી વધારે છે. તેણે ઘણી બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સમેન્ટ કર્યું છે.
આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે વિરાટ
તમને જણાવી દઈએ કે કોહલી ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે. પરંતુ તેઓ હજુ સુધી કંઈ ખાસ કરી શક્યા નથી. કોહલી રોહિત શર્મા સાથે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી રહ્યો છે. પરંતુ ત્રણ ગ્રુપ મેચોમાં તે રન બનાવી શક્યો નથી.