સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાનનો 27 સપ્ટેમ્બરની રાત્રે કાર અકસ્માત થયો હતો. તે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેનો ભયંકર અકસ્માત થયો હતો. એક અહેવાલ મુજબ મુશીરને ગરદનમાં ઈજા થઈ છે. તેણે 16 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવું પડશે. જો કે, માત્ર મુશીર ખાન જ નહીં પરંતુ કુલ 5 ખેલાડીઓ કાર અકસ્માતનો શિકાર બન્યા છે. આ યાદીમાં ઘણા ભારતીય ખેલાડીઓના નામ સામેલ છે.


મોહમ્મદ શમી

વર્લ્ડકપ 2023માં પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવનાર મોહમ્મદ શમીનો વર્ષ 2018માં માર્ગ અકસ્માત થયો હતો. શમી દેહરાદૂનથી દિલ્હી આવી રહ્યો હતો. આ ઈજામાં શમીને તેની જમણી આંખ ઉપર વાગ્યું હતું. આ અકસ્માત બાદ શમીને પણ ટાંકા આવ્યા છે. જોકે ઈજા બાદ શમીએ ક્રિકેટના મેદાન પર શાનદાર વાપસી કરી હતી. હાલમાં શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી દૂર છે. લગભગ એક વર્ષથી ટીમથી દૂર રહેલો શમી ન્યૂઝીલેન્ડ સામે વાપસી કરવા માટે તૈયાર છે.

કૌશલ લોકરાચી

વર્ષ 2003માં શ્રીલંકાના સ્પિન બોલર કૌશલ લોકરાચીનો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કૌશલના ખભામાં ઈજા થઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. આ દુર્ઘટના બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કૌશલને સજા ફટકારી અને તેને સસ્પેન્ડ કરી દીધો. જો કે, બાદમાં સ્પિન બોલરે શાનદાર વાપસી કરી અને વર્ષ 2012માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી.

મન્સૂર અલી ખાન પટૌડી

પૂર્વ ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીનો 20 વર્ષની વયે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કેપ્ટનની જમણી આંખને નુકસાન થયું હતું. જોકે, મન્સૂરે પોતાની ઈજાને નબળાઈ ગણી ન હતી. તેણે ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

રિષભ પંત

30 ડિસેમ્બર, 2022ના રોજ, ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત એક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે દિલ્હીથી ઉત્તરાખંડમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જોકે, 14 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ તેણે શાનદાર વાપસી કરી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી સિરીઝની પ્રથમ મેચમાં પણ પંતે સદી ફટકારી હતી.

સુનીલ ગાવસ્કર

આ યાદીમાં પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું નામ પણ સામેલ છે. 2014માં તેનો કાર અકસ્માત થયો હતો. ગાવસ્કરનો અકસ્માત માન્ચેસ્ટરમાં થયો હતો, જ્યારે તેઓ લંડન જઈ રહ્યા હતા. જોકે, આ અકસ્માતમાં ગાવસ્કરને ગંભીર ઈજા થઈ ન હતી.

  • Follow us on: