• ધોનીને IPL 2023માં દર વખતની જેમ આ વખતે પણ ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો
  • ફેન્સ ઉપરાંત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ ધોનીના દીવાના બનતા જોવા મળ્યા
  • હવે પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે ધોની માટે પોતાની દીવાનગી વ્યક્ત કરી છે

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને IPL 2023માં દર વખતની જેમ આ વખતે પણ ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો. ફેન્સની અંદર ધોનીનો ક્રેઝ જોવા મળ્યો હતો. ફેન્સ ઉપરાંત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ મહેન્દ્ર સિંહ ધોનીના દીવાના બનતા જોવા મળ્યા હતા. ચેપોકમાં ચેન્નાઈની છેલ્લી લીગ મેચ બાદ પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પોતાના શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લીધો હતો. હવે પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે ધોની માટે પોતાની દીવાનગી વ્યક્ત કરી છે.


ઈરફાન પઠાણે આઈપીએલ 2023માં ધોનીની આસપાસના વાતાવરણને તેની ફેવરિટ મોમેન્ટ તરીકે નામ આપ્યું છે. ઈરફાન પઠાણેએ કહ્યું કે, જ્યારે ધોની બેટિંગ કરવા આવતો ત્યારે લાગતું હતું કે સ્ટાર આવી રહ્યો છે. આ સિવાય તેણે ધોનીને લઈને ફેન્સના ક્રેઝનો પણ ઉલ્લેખ કર્યો. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું કે જે રીતે દર્શકોએ ધોનીની ઉજવણી કરી છે તે અવિશ્વસનીય છે.


ઈરફાન પઠાણે કહ્યું, “આ IPL 2023ની મારી શ્રેષ્ઠ ક્ષણો એમએસ ધોનીની આસપાસનું વાતાવરણ છે, જે રીતે દર્શકોએ ધોનીની ઉજવણી કરી, જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ફ્લેશ લાઈટ્સ અને ગર્જના અવિશ્વસનીય છે. લાગે છે કે ધોનીની બેટિંગ પર સ્ટાર્સ બહાર આવી રહ્યા છે.


ધોનીએ પોતાની શાનદાર બેટિંગથી ફેન્સનું મનોરંજન કર્યું

IPL 2023માં ફેન્સે તેમની શાનદાર બેટિંગથી ફેન્સનું ખૂબ મનોરંજન કર્યું. અંતિમ ઓવરોમાં આવીને, તેણે ટીમ માટે ઘણી નાની અને મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. ધોનીએ 11 ઇનિંગ્સમાં 34.67ની એવરેજ અને 185.71ની સ્ટ્રાઇક રેટથી 104 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 10 છગ્ગા અને 3 ચોગ્ગા નીકળ્યા હતા. તેની એકંદર કારકિર્દીની વાત કરીએ તો તેણે 249 મેચ રમી છે. આ મેચોની 217 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 39.09ની એવરેજ અને 135.96ની સ્ટ્રાઇક રેટથી 5082 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 24 અડધી સદી ફટકારી છે. આજે ગુજરાત સામેની ફાઈનલ દ્વારા તે તેની આઈપીએલ કારકિર્દીની 250મી મેચ રમશે.

  • Follow us on: