પેરિસ ઓલિમ્પિક 2024માં નિરાશાજનક પ્રદર્શન કરીને ચોમેરથી ટીકાઓના સામનો કરનાર ભારતીય અનુભવી મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ આર્ચરી વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલમાં દીપિકાનો ચીનની લિ જિયામાન સામે પરાજય થયો હતો પરંતુ તે સિલ્વર જીતવામાં સફળ રહી હતી.


સેમિફાઇનલમાં તેણે મેક્સિકોની ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ એલેકઝાન્ડ્રા વેલેન્સિયાને 6-4થી તથા ક્વાર્ટર ફાઇનલમાં ચીનની યેંગને 6-0થી હરાવી હતી. દીપીકાએ આર્ચરી વર્લ્ડ કપમાં છેલ્લો મેડલ 2018માં જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકની ટીમ ઇવેન્ટમાં દીપિકાની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઇ હતી. વ્યક્તિગત ઇવેન્ટમાં તેને સાઉથ કોરિયાની સુહયોન સામે 2-6ના સ્કોરથી ક્વાર્ટર ફાઇનલમાં પરાજય મળ્યો હતો.


  • Follow us on: