• ડેન્ગ્યૂ થઈ ગયો હોવાના કારણે તે રિકવરી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો

  • ડેન્ગ્યૂના કારણે શુભમને પ્રથમ બે મેચ ગુમાવી હતી
  • બીસીસીઆઈની મેડિકલ ટીમ શુભમન ઉપર સતત ધ્યાન રાખી રહી છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચ માટે ઓપનર શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો છે. તેને ડેન્ગ્યૂ થઈ ગયો હોવાના કારણે તે રિકવરી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે પ્રથમ બે મેચ ગુમાવી હતી. અમદાવાદમાં આવ્યા બાદ તેણે પાકિસ્તાન સામેની મેચની તૈયારીઓ માટે લાંબો સમય નેટ્સમાં બોલિંગ કરી હતી. ગિલ ગુરુવારે ચેન્નઈથી અમદાવાદ આવ્યો હતો અને તેની સાથે ટીમનો સપોર્ટ સ્ટાફ પણ હતો. હાલમાં તેની ટ્રિટમેન્ટ ચાલી રહી છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઉપર સતત ધ્યાન રાખી રહી છે. તેણે નેટ્સમાં કેટલા સમય સુધી બેટિંગ કરી હતી અને તેને આ દરમિયાન કોઈ મુશ્કેલી નડી હતી કે કેમ તેની જાણકારી મળી નહોતી. નોંધનીય છે કે ગિલ માટે અમદાવાદનું ગ્રાઉન્ડ લકી છે અને આ મેદાનમાં તેણે આઈપીએલ દરમિયાન ઢગલો રન કર્યા હતા. ગિલ કોઈ પણ પરિસ્થિતિમાં પાકિસ્તાન સામેની મેચમાં રમવાની ઇચ્છા રાખી રહ્યો છે.

ઓપનર શુભમન ગિલ પાકિસ્તાન સામે માત્ર બે વન-ડે મેચ રમ્યો છે. આ બંને મેચમાં તેણે 34.00ની એવરેજથી 67 રન બનાવ્યા છે અને તેનો બેસ્ટ સ્કોર 58 રનનો રહ્યો છે. આ બંને મેચમાં તેણે 11 બાઉન્ડ્રી ફટકારી છે પરંતુ તે એક પણ સિક્સર ફટકારી શક્યો નથી.


  • Follow us on: