• અર્શદીપ સિંહ આકરા પાણીએ
  • બસ જતા શખ્સે ગણાવ્યો દેશદ્રોહી
  • વીડિયો થયો વાયુવેગે વાયરલ

એશિયા કપ-2022માં ટીમ ઈન્ડિયાની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. સુપર-4 સ્ટેજમાં પાકિસ્તાન અને ત્યારબાદ શ્રીલંકાની હારથી ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચવાના મોટા ભાગના રસ્તા બંધ થઈ ગયા છે. આ બંને મેચમાં અર્શદીપ સિંહે ભારત માટે છેલ્લી ઓવર નાખી અને છેલ્લી ઓવર સુધી દબાણ કર્યું. પરંતુ તે પાકિસ્તાન સામે કેચ છોડવા બદલ નિશાના પર આવ્યો હતો.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અર્શદીપ સિંહ હોટલથી ટીમ બસમાં જઈ રહ્યો છે. એક વ્યક્તિ તેને 'દેશદ્રોહી' કહી રહ્યો છે અને કેચ છોડવા પર તેને બોલી રહ્યો છે. આ દરમિયાન અર્શદીપ સિંહ બસમાં ઉભો રહે છે અને થોડીવાર તેમને જોતો રહે છે અને પછી આગળ વધે છે.

?" target="_blank">https://twitter.com/djkaur101/status/1567429415168258050?

જો કે આ વ્યક્તિ આવા શબ્દનો ઉપયોગ કરે ત્યારે સુરક્ષાકર્મીઓ પણ એક્ટિવ હોય છે. ટીમ બસ પાસે હાજર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ તેને 'દેશદ્રોહી' કહેનાર વ્યક્તિને અપશબ્દો બોલ્યા હતા. તેમણે કહ્યું કે તે (અર્શદીપ) એક ભારતીય ખેલાડી છે અને તમે તેના માટે આવા શબ્દોનો ઉપયોગ કરો છો. જે બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડીને ટીમ બસમાંથી દૂર લઈ ગયા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન વિરૂદ્ધ સુપર-4 મેચમાં અર્શદીપ સિંહનો એક કેચ ચુકી ગયો હતો. પાકિસ્તાનના આસિફ અલીનો કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે ભારે પડ્યો, અંતે ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ.

આ મેચ બાદ સોશિયલ મીડિયા પર અર્શદીપને નિશાન બનાવવામાં આવ્યો હતો, જોકે ટીમ ઈન્ડિયાએ અર્શદીપ સિંહને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પહેલા વિરાટ કોહલી, બાદમાં રોહિત શર્માએ ખુલ્લેઆમ કહ્યું કે કેચ ડ્રોપ થવું એ રમતનો એક ભાગ છે, આવી સ્થિતિમાં તમે કોઈને નિશાન બનાવી શકતા નથી. ખેલાડીઓનું કામ તેમની ભૂલોમાંથી શીખવાનું, તેના પર કામ કરવાનું અને આગળ વધવાનું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતને છેલ્લી ઓવરમાં શ્રીલંકા અને પાકિસ્તાન બંને સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને મેચમાં અર્શદીપ સિંહે છેલ્લી ઓવર ફેંકી હતી, અર્શદીપે પાકિસ્તાન સામે છેલ્લી ઓવરમાં 6 રન અને શ્રીલંકા સામે છેલ્લી ઓવરમાં 7 રન બચાવવા પડ્યા હતા. બંને વખત તે રમતને પાંચમા બોલ પર લઈ ગયો.

  • Follow us on: