• 1 માર્ચથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ બનશે અને તૂટશે
  • કપિલ દેવના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 356 મેચની 448 ઈનિંગમાં 687 વિકેટનો રેકોર્ડ છે
  • અશ્વિન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર પણ બની જશે

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ઇન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. 1 માર્ચથી શરૂ થનારા આ મુકાબલામાં અનેક રેકોર્ડ બનશે અને તૂટશે. ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિન પાસે અદભુત તક છે. તે 2 વિકેટ લેતા જ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવને ઈન્ટરનેશનલ વિકેટ લેવાની બાબતમાં પાછળ છોડી દેશે. ટીમ ઈન્ડિયાને પહેલો વર્લ્ડ કપ જીતાવનારા કપિલ દેવના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 356 મેચની 448 ઈનિંગમાં 687 વિકેટનો રેકોર્ડ છે. તેમજ અશ્વિન 268 મેચની 346 ઈનિંગમાં 686 વિકેટ લઈ ચૂક્યો છે. હવે 1 વિકેટ લઈને તે કપિલ દેવની બરાબરી કરશે. જો 2 વિકેટ લે છે તો કપિલ દેવને પાછળ છોડી દેશે. આવું કરતા જ ટીમ ઈન્ડિયા માટે અશ્વિન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર પણ બની જશે.


ભારત તરફથી સૌથી વધુ ઈન્ટરનેશનલ વિકેટ લેનારા ટોપ 5 બોલર

1. અનિલ કુંબલે - 956

2. હરભજન સિંહ - 711

3. કપિલ દેવ - 687

4. આર. અશ્વિન - 686

5. ઝહીર ખાન - 597


આવો રહ્યો છે અશ્વિનનો રેકોર્ડ

અશ્વિન ભારત માટે 90 ટેસ્ટમાં 463 જ્યારે 113 વનડેમાં 151 અને 65 ટી20માં 72 વિકેટ લઈ ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં રમાયેલા છેલ્લા 2 મુકાબલામાં કુલ 14 વિકેટ લઈ ચૂક્યો છે. નાગપુર ટેસ્ટમાં તેણે 8 જ્યારે દિલ્હી ટેસ્ટમાં 6 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: