• પાકિસ્તાની ટીમના તમામ ખેલાડીઓએ કર્યા રોઝા
  • અલ્લાહની પૂજાથી 1992ની જેમ વિજય મેળવાની આશા
  • વર્ષ 1992માં પણ પાકિસ્તાની ટીમે ઉપવાસ રાખ્યા

બ્રિટિશરો સામે રવિવારે MCG મેદાન પર રમાનાર 2022 T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા પાકિસ્તાની ટીમ દરેક દાવ અજમાવવા માટે તૈયાર છે જેથી તેઓ ખિતાબ પોતાના નામે કરી શકે. સુત્ર અનુસાર, પાકિસ્તાની ટીમના તમામ સભ્યો હાલમાં રોઝા રાખી રહ્યા છે. તેઓનું માનવું છે કે, આ રીતે અલ્લાહની પૂજા કરવાથી તેઓ 1992ની જેમ વિજય મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 1992માં પણ પાકિસ્તાની ટીમે ઉપવાસ રાખ્યા હતા. જોકે, ત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હતો અને ઈદ પહેલા અલ્લાહે તેમને ઈદી આપી હતી. પાકિસ્તાનની ટીમને લાગે છે કે, તેમની સાથે ફરીથી તે જ થઈ રહ્યું છે જે 1992માં ODI વર્લ્ડ કપ દરમિયાન થયું હતું. વર્ષ 1992માં ઈમરાન ખાનની કપ્તાનીમાં પાકિસ્તાની ટીમે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. 1992ની જેમ ફરી એકવાર પાકિસ્તાન ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

બાબર આઝમની આખી ટીમ અને ટીમનો તમામ મુસ્લિમ સપોર્ટ સ્ટાફ ઉપવાસ કરી રહ્યો છે. મેચના દિવસ સિવાય ટીમના તમામ લોકો ઉપવાસ રાખે છે. તેમનું માનવું છે કે, આ વખતે ઈદ નહીં હોય તો પણ અલ્લાહ તેમની ટીમને ઈદ આપશે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે, પાકિસ્તાની ટીમના તમામ લોકોને અલ્લાહ પર વધુ વિશ્વાસ હોય છે અને તમામ મેચ બાદ ખેલાડીઓ અલ્લાહનો આભાર માનતા જોવા મળે છે.

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પાકિસ્તાની ટીમ 1992ની વસ્તુનું પુનરાવર્તન કરી શકશે કે કેમ કે બ્રિટિશ ત્રણ દાયકા પછી 1992નો બદલો પૂરો કરશે. આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની ધારણા છે કારણ કે ઈંગ્લેન્ડની બેટિંગ નિર્ભયતાથી રમે છે જ્યારે પાકિસ્તાનની બોલિંગની તાકાત બધા જાણે છે.

  • Follow us on: