- એશિઝ સીરિઝ 2023ની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે
- ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં માત્ર 113 રનમાં ચાર વિકેટ ગુમાવી
- કાંગારૂ ટીમ હજુ પણ ઈંગ્લેન્ડથી 162 રન પાછળ ચાલી રહ્યું છે
ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં માત્ર 113 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. કાંગારૂ ટીમ હજુ પણ ઈંગ્લેન્ડથી 162 રન પાછળ છે. આવી સ્થિતિમાં તેમના પર હારનો ખતરો છે. જાણો કેવી રહી મેચની સ્થિતિ
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પર ઇનિંગ્સથી હારનો ખતરો છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં માત્ર 113 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કાંગારૂ ટીમ હજુ પણ ઈંગ્લેન્ડથી 162 રન પાછળ છે. માર્નસ લાબુશેન 44 અને મિશેલ માર્શ સ્ટમ્પ પર એક રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.
ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડે મેચ પર મેળવ્યું પ્રભુત્વ
એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શુક્રવારે ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ લઈને ઈંગ્લેન્ડે મેચ પર પોતાની તરફેણમાં કરી હતી. ઈંગ્લેન્ડે પહેલો દાવ 592 રનમાં પૂરો કર્યો અને ઓસ્ટ્રેલિયા સામે 275 રનની લીડ મેળવી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા હતા, જેના કારણે તે ઇંગ્લેન્ડથી 162 રનથી પાછળ છે. ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 317 રનમાં સમેટાઈ ગયો હતો.
માર્ક વૂડે વિકેટની સદી પૂરી કરી
માર્ક વૂડે પોતાની ફાસ્ટ બોલિંગથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને રિકવર થવાની તક આપી ન હતી. તેણે ઉસ્માન ખ્વાજા (18), સ્ટીવ સ્મિથ (17) અને ટ્રેવિસ હેડ (01)ને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટની સદી પૂરી કરી હતી. ક્રિસ વોક્સે ડેવિડ વોર્નર (28)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પહેલા વિકેટ કીપર બેટ્સમેન જોની બેયરસ્ટો (અણનમ 99) પોતાના પાર્ટનરના આઉટ થવાને કારણે માત્ર એક રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. ઈંગ્લેન્ડે સવારે ચાર વિકેટે 384 રનથી આગળ રમવાનું શરૂ કર્યું, ત્યારે તેની લીડ 67 રન થઈ ગઈ હતી. બેયરસ્ટો અને જેમ્સ એન્ડરસને 10મી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી.
એન્ડરસન માત્ર પાંચ રન આઉટ થયો
જેમાંથી એન્ડરસન માત્ર પાંચ રન બનાવીને કેમેરોન ગ્રીન (64 રનમાં 2 વિકેટ)ના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આ કારણે બેયરસ્ટો 99 રન (10 ચોગ્ગા અને ચાર છગ્ગા) પર અણનમ રહ્યો, જેના માટે તેણે 81 બોલ રમ્યા. ઈંગ્લેન્ડે લંચ સુધી આઠ વિકેટે 506 રન બનાવીને 189 રનની લીડ મેળવી લીધી હતી. ઑસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ (1/129) એ શુક્રવારે તેના સમકક્ષ બેન સ્ટોક્સ (51) ના રૂપમાં પ્રથમ વિકેટ લીધી હતી, જેના કારણે ઇંગ્લેન્ડને 120 રનની લીડ પાંચ વિકેટે 437 સુધી પહોંચાડવામાં મદદ મળી હતી.
લોર્ડ્સ અને હેડિંગ્લીમાં અનુક્રમે 155 અને 80 રનની ઇનિંગ્સ રમનાર સ્ટોક્સે અંદરની ધાર સાથે બીજી મહત્વપૂર્ણ ઇનિંગ્સનો અંત કર્યો હતો. મિશેલ સ્ટાર્કને (2/137) ગુરુવારે સોલ્ડર ઈન્જરી થતા મેદાન છોડી ગયો હતો. આ પછી હેરી બ્રુકે જોશ હેઝલવુડના બોલ પર પોતાની વિકેટ આપી. તેણે 61 રન બનાવ્યા હતા. સ્ટાર્કે તેની વિકેટ બાઉન્ડ્રી પર કેચ કરી હતી. આ સમયે ઈંગ્લેન્ડની લીડ 157 રનની હતી. સ્ટાર્કે ફરીથી 93મી ઓવરમાં 12 રન આપ્યા અને તેની બીજી જ ઓવરમાં હેઝલવુડે ક્રિસ વોક્સને શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો. માર્ક વૂડ (06) હેઝલવુડ (126 રનમાં પાંચ વિકેટ)નો શિકાર બન્યો હતો.