• એશિયા કપ 2022ની ફાઈનલ શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચે રમાશે
  • ટીમ ઇન્ડિયા સુપર-4 માટે અફઘાનિસ્તાનનો કરશે સામનો
  • જે ટીમ જીતશે સુપર-4 ગ્રુપમાં ત્રીજા નંબર પર રહેશે

ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની તેની છેલ્લી મેચમાં આજે એટલે કે ગુરુવારે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ સુપર-4 મેચ માત્ર એક ઔપચારિકતા છે કારણ કે ગઈ કાલે અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની જીત બાદ ફાઇનલમાં પહોંચનારી બે ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. એશિયા કપ 2022ની ફાઈનલ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ સાથે જ અફઘાનિસ્તાન અને ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર થઈ ગઈ છે.


તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની આ જીતથી ભારતીય ટીમની અફઘાનિસ્તાનની સાથે ફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે. પાકિસ્તાને જીત માટેના 130 રનના લક્ષ્યાંકને 19.2 ઓવરમાં નવ વિકેટે હાંસલ કરી લીધો હતો. ટોસ હાર્યા બાદ અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 129 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનની ટીમને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

બંને ટીમો વચ્ચે 2 પોઈન્ટ માટે યુદ્ધ

હવે કોઈ પણ સંજોગોમાં અફઘાનિસ્તાન અને ભારતની ટીમ ફાઇનલમાં પહોંચી શકશે નહીં. આવી સ્થિતિમાં, આ બંને ટીમો વચ્ચેની આ લડાઈ માત્ર 2 પોઈન્ટ માટે છે. જે પણ ટીમ આ મેચ જીતશે તેને બે પોઈન્ટ મળશે અને ટીમ સુપર-4 ગ્રુપમાં ત્રીજા નંબર પર રહેશે. ખિતાબની દાવેદાર મનાતી ભારતીય ટીમ હવે ત્રીજા નંબર માટે પણ ઝઝૂમી રહી છે. તેમ છતાં આજે એ જોવાનું ખાસ રહેશે કે બંને ટીમોમાંથી કોણ જીતે છે.

પાકિસ્તાન અને શ્રીલંકાને ફટકો આપ્યો હતો

સુપર 4માં અફઘાનિસ્તાન અને ભારત બંનેને શ્રીલંકા અને પાકિસ્તાને પરાજય આપ્યો હતો. સુપર-4ની પ્રથમ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા બીજી મેચ શ્રીલંકા સામે હારી ગઈ હતી. તે જ સમયે, અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન સામે હારનો સામનો કરીને બહાર થઈ ગયું હતું.

  • Follow us on: