• આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 મેચ રમાવાની છે
  • મેચ પહેલા દુબઈ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આગ લાગી
  • આજે ભારતની એશિયા કપની આ છેલ્લી મેચ રમાવાની છે

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 મેચ રમાવાની છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની આ છેલ્લી મેચ છે. દરમિયાન આ મેચ પહેલા જ દુબઈ સ્ટેડિયમ પાસે આગ લાગવાના સમાચાર આવ્યાછે. એશિયા કપ-2022માં ભારતે આજે છેલ્લી મેચ રમવાની છે. દુબઈ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા જ ગંભીર ઘટના સામે આવી છે. સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આગ લાગી છે, જેને બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.

આ આગ ત્યારે લાગી જ્યારે ટૂંક સમયમાં જ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈ સ્ટેડિયમમાં એશિયા કપની T20 મેચ રમાવાની છે.

  • Follow us on: