- એશિયા કપમાં આજે ભારત-હોંગકોંગનો મુકાબલો
- નિઝાકત ખાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી
- હાર્દિક પંડ્યાની જગ્યાએ પંતને પ્લેઇંગ-11માં સ્થાન
એશિયા કપ 2022ની ચોથી મેચમાં હોંગકોંગે દુબઈના મેદાન પર ભારત સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ રિષભ પંતને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યુ છે.














