• એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો
  • ભુવનેશ્વર કુમારે કેપ્ટન બાબર આઝમને કર્યો આઉટ 
  • ફખર ઝમાન 10 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાને આજની મેચમાં પહેલી સફળતા ભુવનેશ્વલર કુમારે અપાવી હતી. તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આઉટ કર્યો હતો. આઝમ 10 રન કરીને આઉટ થયો હતો. જે બાદ આવેશ ખાને ફકર ઝમાનને 10 રન પર આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી.


ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય

એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતીય ટીમે દુબઈના મેદાન પર પાકિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો છે. રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજના મહાસંગ્રામમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને સ્થાન આપ્યું છે. ટીમમાં પેસ બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને આવેશ ખાન ઉપર રહેશે. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરાયો છે, જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલની પસંદગી કરવામાં આવી છે.પાકિસ્તાનને બીજો ફટકો


બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, યુઝ્વેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ.

પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, ઇફ્તિખાર અહમદ, આસિફ અલી, ખુશદિલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હારિસ રઉફ, શાહનવાઝ દહાની. 

પાકિસ્તાન ટીમ કાળી પટ્ટી પહેરીને મેચમાં ઉતરી

એશિયા કપની બીજી મેચમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ ટીમ કાળી પટ્ટી પહેરીને ઉતરશે. ટીમે પાકિસ્તાનમાં પૂરને કારણે જીવ ગુમાવનારા અને પીડિતોને મદદ કરવા માટે આ નિર્ણય લીધો છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી.

  • Follow us on: