- એશિયા કપમાં આજે શ્રીલંકા-બાંગ્લાદેશનો મુકાબલો
- દાસુન શનાકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
- શ્રીલંકાની ટીમમાં એક, બાંગ્લાદેશની ટીમમાં ત્રણ ફેરફાર
ગુરુવારે એશિયા કપ 2022માં બાંગ્લાદેશ સામેની કરો યા મરો મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. અસિથા ફર્નાન્ડો શ્રીલંકા તરફથી ડેબ્યૂ મેચ રમશે. બાંગ્લાદેશે આ મેચમાં શબ્બીર રહેમાન, ઇબાદત હુસૈન અને મેહદી હસન મિરાજને તક આપી છે. ઇબાદત હુસૈનની આ ડેબ્યૂ મેચ હશે.
બંને ટીમો અફઘાનિસ્તાન સામે હારી
બંને ટીમો ગ્રુપ બીની પોતાની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે હારી ગઈ છે. અફઘાનિસ્તાન બે જીત સાથે સુપર-4માં પહોંચનારી આ ગ્રુપમાંથી પ્રથમ ટીમ બની હતી અને હવે શ્રીલંકા અને બાંગ્લાદેશ બીજી ટીમ બનવાનો દાવો કરશે. જ્યારે શ્રીલંકા તેની પ્રથમ મેચમાં ઉચ્ચ ક્રમની બેટિંગ દ્વારા નિરાશ થયું હતું, ત્યારે બાંગ્લાદેશ ડેથ ઓવરોમાં નબળી બોલિંગ દ્વારા પરાજય પામ્યું હતું. ગ્રુપ Aમાં ભારતે પાકિસ્તાન અને હોંગકોંગને હરાવી સુપર-1 માટે ક્વોલિફાય કર્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
બાંગ્લાદેશ: સબ્બીર રહેમાન, મોસાદ્દેક હુસૈન, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), અફીફ હુસૈન, મહમુદુલ્લાહ, મોસાદ્દેક હુસૈન, મહેદી હસન, તસ્કીન અહેમદ, મેહિદી હસન મિરાઝ, મુસ્તફિઝુર રહેમાન, ઇબાદોત હુસૈન
શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ચરિથ અસલંકા, દાનુષ્કા ગુણાથિલાકા, ભાનુકા રાજપક્ષે, વાનિન્દુ હસરાંગા, દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, દિલશાન મદુશંકા, અસિથા ફર્નાન્ડો