• એશિયા કપ 2023ની સુપર-4 મેચ શરૂ
  • ભારત,પાકિસ્તાન,શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ સુપર-4માં પહોંચી
  • પાક.નો ખેલાડી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવા માંગે છે

એશિયા કપ 2023 હવે રોમાંચક બની રહી છે. સુપર-4ની પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ પાકિસ્તાન ગ્રુપ-એના પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચ્યું છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મોટી મેચ રમવામાં આવશે. આ મેચ પહેલાં પાકિસ્તાનના સ્ટાર બોલર હારિસ રઉફે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તે એશિયા કપ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતવા માંગે છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ કર્યું શાનદાર પ્રદર્શન

સુપર-4ની પ્રથમ મેચમાં હારિસ રઉફે બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 6 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ મેળવી છે. મેચ બાદ રઉફે કહ્યું કે, મારે આજે યોર્કર બોલ નાખવાની જરૂર પડી નથી. હું આ પ્રકારે આકરી મહેનત કરીશ. હું આ વર્ષે એશિયા કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીતવા માંગુ છું. હવે જોઈએ આગળની સફર કેવો રહેશે.


એશિયા કપ 2023માં હારિસ રઉફનું પ્રદર્શન

એશિયા કપ 2023માં અત્યાર સુધી હારિસ રઉફે કમાલનું પ્રદર્શન કર્યું છે. તે આ ટૂર્નામેન્ટમાં આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી છે. રઉફે 3 મેચમાં કુલ 9 વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 2 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં રઉફે શુભમન ગિલ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો. જો કે, વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી અને બંને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો હતો.


હારિસ રઉફનું ક્રિકેટ કરિયર

હારિસ રઉફના ક્રિકેટ કરિયર પર નજર કરવામાં આવે તો, રઉફ 29 વર્ષની ઉંમરે પાકિસ્તાન માટે 27 વનડે મેચ રમી ચૂક્યો છે. જેમાં તેમના નામે 53 વિકેટ છે. સાથે 62 T-20 મેચમાં આ બોલરે 83 વિકેટ મેળવી છે. રઉફ પાસે યોગ્ય લાઈન લેંથ અને સ્પિડ છે. જેનાથી તે બેટ્સમેનને ચકમો આપે છે.

  • Follow us on: