- ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર-4ની મેચ
- ભારતની જીતથી પાકિસ્તાનને થશે ફાયદો
- ભારત હારશે તો પાક.ની મુશ્કેલી વધશે
2023 એશિયા કપ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. સુપર-4માં હવે ખાલી 2 મેચ બાકી છે. હજુ સુધી કઈ પણ ટીમ ફાઈનલ માટે ક્વોલીફાઈ કરી શકી નથી. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ ફાઈનલની અડધી તસ્વીર સ્પષ્ટ કરશે. જો ટીમ ઈન્ડિયા શ્રીલંકાને હરાવશે, તો તે સીધી ફાઈનલમાં પહોંચી જશે. આ સાથે પાકિસ્તાનની ટીમને સીધો ફાયદો થશે.
...તો ભારત-પાકિસ્તાન ફાઈનલ રમશે
જો ભારતીય ટીમ શ્રીલંકાને હરાવશે, તો પાકિસ્તાનની ટીમ સુપર-4માં પોતાની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રમવામાં આવશે.
ભારત હારશે તો પાકિસ્તાનને થશે તકલીફ
જો શ્રીલંકાની ટીમ ભારતીય ટીમને હરાવશે, તો પાકિસ્તાન માટે ફાઈનલ સુધી પહોંચવાનો રસ્તો સરળ રહેશે નહીં. આજે શ્રીલંકા જીતશે, તો પાકિસ્તાને શ્રીલંકાને હરાવવા સાથે નેટ રનરેટ પર પણ ધ્યાન આપવું પડશે. ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની અંતિમ લીગ મેચ રમશે. જો ભારત આજે હારશે, તો ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ જીત મેળવવી પડશે.
ભારત સામે શ્રીલંકાની ટીમ જીતી તો...
જો ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ હારશે તો દાસુન શનાકાની ટીમ પાસે 2 મેચમાં 4 પોઈન્ટ થઈ જશે, જ્યારે ભારત પાસે 2 મેચમાં 2 પોઈન્ટ થશે. સાથે બાબર આઝમના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમ પાસે 2 મેચમાં 2 પોઈન્ટ છે. આ મેચ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમશે. આ મેચમાં જો ભારત જીત મેળવવામાં સફળ થશે, તો પછી ટીમ પાસે 4 પોઈન્ટ થઈ જશે. જે બાદ પાકિસ્તાન અને શ્રીલંકાનો આમનો-સામનો થશે. જો શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને હરાવશે, તો 6 પોઈન્ટ સાથે ફાઈનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ટીમ એશિયા કપની બહાર થઈ જશે.