• એશિયા કપ પહેલાં કોરોનાનો ખતરો વધ્યો
  • શ્રીલંકાના 4 ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • 30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ ટૂર્નામેન્ટ

એશિયા કપ 2023ની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ તમામ વચ્ચે શ્રીલંકા ટીમના 4 ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આગામી ટૂર્નામેન્ટની મેચ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમવામાં આવશે. જેમાં 30 ઓગસ્ટે પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનના મેદાનમાં રમવામાં આવશે. સાથે શ્રીલંકાની ટીમ પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ 31 ઓગસ્ટે રમશે.

હસરંગા સહિત 4 ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ

શ્રીલંકાની ટીમ અત્યારે ટૂર્નામેન્ટની તૈયારી કરી રહી છે. આ તમામ વચ્ચે રિપોર્ટ અનુસાર શ્રીલંકાની ટીમના ફાસ્ટ બોલર દુષ્માંતા ચામીરા અને વાનિંદુ હસરંગા સહિત 4 ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ટુર્નામાન્ટ શરૂ થવાના 5 દિવસ પહેલાં આ ખેલાડીઓનું રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

શ્રીલંકાએ હજુ એશિયા કપની ટીમ જાહેર નથી કરી

આગામી ટૂર્નામેન્ટ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત હજુ થઈ નથી. જેથી સિલેક્ટર માટે ટીમની પસંદગી કરવી સરળ રહેશે નહીં. લંકા પ્રીમિયર લીગની સિઝનમાં ફાસ્ટ બોલર દુષ્માંતા ચામીરા ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેમના પર ટૂર્નામેન્ટની બહાર થવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.

શરૂઆતની 2 મેચમાં હસરંગાના રમવા પર સવાલ

ગત વિજેતા શ્રીલંકા આ વખતે એશિયા કપમાં ગ્રુપ-બીમાં છે. જેમાં શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સાથે મેચ રમશે. જેમાં જીત મેળવ્યા બાદ ટીમ સુપર-4માં જગ્યા બનાવવામાં સફળ થઈ શકશે. શ્રીલંકાની ટીમના સ્ટાર સ્પિનર વાનિંદુ હસરંગા પણ લંકા પ્રીમિયર લીગમાં ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ટૂર્નામેન્ટની શરૂઆતી 2 મેચમાં તેમના રમવા પર સવાલ ઉભા થયા છે. શ્રીલંકાની ટીમ પોતાની પ્રથમ મેચ પલ્લેકેલેમાં અને બીજી મેચ લાહોરમાં રમશે.

  • Follow us on: