• ACCએ મહિલા એશિયા કપના શિડ્યૂલમાં ફેરફાર કર્યો
  • એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે થશે
  • આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ મહિલા એશિયા કપના શિડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આ ટુર્નામેન્ટ 19મી જુલાઈથી શરૂ થશે અને 28મી જુલાઈ સુધી ચાલશે. ભારતીય ટીમ પહેલા તેની મેચ 19મી જુલાઈએ UAE સામે રમવાની હતી, પરંતુ શિડ્યૂલમાં ફેરફારને કારણે હવે ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે થશે, જે 19મી જુલાઈએ રમવાની છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે, જેને ચાર ટીમોના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aની વાત કરીએ તો ભારતની સાથે નેપાળ અને UAEને રાખવામાં આવ્યા છે.

મહિલા એશિયા કપમાં IND vs PAK નો રેકોર્ડ

મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 12 વખત આમને-સામને આવ્યા છે, જેમાંથી ટીમ ઈન્ડિયા 11 વખત વિજયી બની છે. પાકિસ્તાન ટીમની એકમાત્ર જીત 2022 એશિયા કપમાં થઈ હતી, જ્યાં ભારતને ગ્રુપ સ્ટેજમાં 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં તેની 12મી જીત નોંધાવવા માંગશે. બંને કટ્ટર હરીફો 2012 અને 2016 એશિયા કપની ફાઇનલમાં પણ સામસામે આવી ચૂક્યા છે અને બંને પ્રસંગોએ ભારતે વિજય મેળવ્યો હતો અને ટ્રોફી જીતી હતી.

એશિયા કપમાં ભારતનું શિડ્યૂલ

ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, નેપાળ અને UAE પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા તેના અભિયાનની શરૂઆત 19 જુલાઈએ પાકિસ્તાન સામેની મેચથી કરશે, જ્યારે 21 જુલાઈએ ટીમ UAE સામે ટકરાશે. ગ્રુપ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ તેની છેલ્લી મેચ નેપાળ સામે રમશે.

  • ભારત vs પાકિસ્તાનઃ 19 જુલાઈ
  • ભારત vs UAE: 21 જુલાઈ
  • ભારત vs નેપાળ: 23 જુલાઈ

7 વખત ચેમ્પિયન છે બન્યું છે ભારત

મહિલા એશિયા કપની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી, ત્યારબાદ આ ટૂર્નામેન્ટ કુલ 8 વખત રમાઈ છે. એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે કે ભારત હંમેશા મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં અત્યાર સુધીમાં 8 ફાઈનલ રમી છે જેમાંથી તેણે 7 વખત એશિયાની સર્વશ્રેષ્ઠ ટીમ કહેવાનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ભારતનો એકમાત્ર પરાજય 2018માં બાંગ્લાદેશ સામે થયો હતો.

  • Follow us on: