• એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન
  • મહિલા હોકી ટીમે ચીનને 2-1થી આપી માત
  • ચીનને હરાવ્યા બાદ ભારતીય કેપ્ટને જીત્યું દિલ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 2-1થી માત આપી છે. આ જીત બાદ ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ કહ્યું કે, એશિયન ગેમ્સના સેમીફાઈનલમાં ચીનથી હાર્યા બાદ સમગ્ર ટીમ સારૂં પ્રદર્શન કરવ માંગતી હતી. સાથે સવિતાએ પોતાની ટીમની સકારાત્મક રમતની પ્રશંસા કરી અને જીત માટે તમામ ખેલાડીઓને શ્રેય આપ્યો છે.

સવિતા પુનિયાએ શું કહ્યું?

[[$googlead]]

મેચ બાદ સવિતાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, જીતનો શ્રેય સમગ્ર ટીમને જાય છે. ટીમના દરેક ખેલાડીઓએ સારૂં પ્રદર્શન કર્યું છે. ચીન એક મોટી ટીમ છે અને અમે એશિયન ગેમ્સના સેમીફાઈનલમાં તેની સામે હાર્યાં હતા. જેથી ટીમના દરેક ખેલાડી ચીન સામે સારૂં પ્રદર્શન કરવા માંગતા હતા. આ નજીકની મેચ હતી. ચીન પાસે અનુક મહાન ડ્રેગ- ફ્લિકર છે. જેથી અમે બચાવ પક્ષના રૂપે સારૂં પ્રદર્શન કરવા માંગતા હતા. જે અમે કરીને બતાવ્યું છે. અમારી આકરી મહેનત ઉપયોગી સાબિત થઈ છે.

[[$alsoread]]

ભારતીય ટીમના કોચે શું કહ્યું?

ભારતીય ટીમના કોચ જેનેક શોપમેને કહ્યું કે, હું ખેલાડીઓની માનસિકતાથી ખુશ છું. અમે શરૂઆતથી સારૂં પ્રદર્શન કર્યું છે. અમે હોકીની અમુક રમત સારી રમી છે. અમે હવે પ્રતિદ્વંદી જાપાન વિરુદ્ધ રમશું. આ ટીમ ખુબ આક્રામક રમે છે. જેથી અમારે જાપાન માટે ખાસ તૈયારી કરવી પડશે..

ભારતની 2-1થી થઈ જીત

ઉલ્લેખનીય છે કે, ચીન વિરુદ્ધ ભારતની 2-1થી જીત થઈ છે. ભારત માટે દીપિકાએ 15 મિનિટે અને સલીમાએ 26મી મિનિટે ગોલ કર્યો હતો, જ્યારે ચીન તરફથી એકમાત્ર ગોલ ઝિયાકી ઝોંગે 41મી મિનિટે કર્યો હતો.

  • Follow us on: