• એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતની જીત
  • મલેશિયાને 4-3થી હરાવ્યું
  • ભારત સૌથી વધુ ખિતાબ જીતનારો દેશ બન્યો

ભારતીય હોકી ટીમે ચેન્નઈમાં રમાતી એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. રોમાંચક મેચમાં એક સમયે ભારત 3-1થી પાછળ ચાલી રહ્યું હતું. જે બાદ ત્રીજા હાફમાં એક મિનિટિની અંદર ભારતીય ટીમે 2 ગોલ કરીને વાપસી કરી હતી. જે બાદ ચોથા હાફમાં ચોથો ગોલ કરીને ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો છે. હવે ભારત સૌથી વધુ 4 વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ બની ગયો છે. પાકિસ્તાને આ ખિતાબ 3 વખત જીત્યો છે.


આ અગાઉ ભારતે 2011, 2016 અને 2018માં આ ટ્રોફી જીતી હતી. 2018માં ભારત અને પાકિસ્તાને સંયુક્ત વિજેતા જાહેર થયા હતા. કારણ કે, આ સમયે ફાઈનલ મેચ રદ કરવામાં આવી છે. આમ 5 વર્ષ બાદ ફરી એક વખત ભારતીય ટીમ ચેમ્પિયન બની છે.

ભારતીય ટીમે ચોથા હાફની 56મી મિનિટે પોતાનો ચોથો ગોલ કર્યો છે. આકાશદીપ સિંહે કાઉન્ટર અટેક તકરીને શાનદાર ફિલ્ડ ગોલ કર્યો છે. હવે ટીમ ઈન્ડિયા 4-3થી આગળ છે. ટીમ ઈન્ડિયા બીજા બાફમાં 3-1થી પાછળ હતી, પરંતુ ત્રીજા અને ચોથા હાફમાં વાપસી કરીને 4-3ની લીડ મેળવી છે.

ત્રીજા હાફમાં ભારતની વાપસી

ભારતે ત્રીજા હાફમાં જબરદસ્ત વાપસી કરી છે. ભારતીય ટીમે એક જ મિનિટમાં 2 ગોલ કરીને સ્કોર 3-3 કરી નાખ્યો છે. હાફ ટાઈમ બાદભારતે વળતો હુમલો ચાલુ રાખ્યો હતો. જેમાં 45મી મિનિટે ભારતને સળફતા મળી છે. પહેલાં કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરીને સ્કોર 3-2 કરી દીધો હતો. આ જ મિનિટમાં ગુરજંત સિંહે કાઉન્ટર એટેક પર ફિલ્ડ ગોલ કરીને સ્કોર 3-3 કર્યો છે. હવે ચોથા ક્વાર્ટર એટલે કે રમતની છેલ્લી 15 મિનિટ બાકી છે.


મલેશિયાની ટીમ 3-1થી આગળ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલ મેચમાં મલેશિયાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. મલેશિયાની ટીમ હાફ ટાઈમ સુધીમાં 3-1થી આગળ થયું છે. મેજબાન ભારતીય ટીમનું ફાઈનલ મેચમાં ખરાબ પર્ફોર્મન્સ જોવા મળ્યું છે. ભારતે સરળ પેનલ્ટી કોર્નર ગુમાવ્યા છે.

મલેશિયાની ટીમે કર્યો બીજો ગોલ

મલેશિયાએ બીજા હાફની 18મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો છે. રહીમ રાજીએ પેનલ્ટી કોર્નરથી ડ્રેગ-ફ્લિક સાથે ગોલ કર્યો. જે ભારતીય ડિફેન્ડર્સ બચાવી શક્યું નહીં. જેના કારણે બીજા હાફમાં મલેશિયા 2-1થી આગળ થયું છે.

મલેશિયાએ પ્રથમ ગોલ કર્યો

મલેશિયાએ 14મી મિનિટમાં ફિલ્ડ ગોલ કરીને સ્કોર 1-1 પર બરાબરવ કર્યો છે. મલેશિયા માટે આ ગોલ અબૂ કમાલ અઝરાઈએ કર્યો છે. પ્રથમ હાફ બાદ બંને ટીમનો સ્કોર 1-1 છે. આ હાફની છેલ્લી અમૂક મિનિટમાં ભારતને 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ ઈન્ડિયા ગોલ કરી શકી નહીં.

8મી મિનિટે ભારતે કર્યો ગોલ

ભારતને ફાઈનલ મેચમાં ગોલ સ્કોરિંગની શરૂઆત કરી છે. મેચની 8મી મિનિટમાં ભારતીય ટીમને પેલન્ટી કોર્નર મળ્યો હતો. જેમાં જુગજાર સિંહે ડ્રેગ-ફ્લિક પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી છે. 8મી મિનિટમાં તેમણે ગોલ કર્યો છે. કેપ્ટન હરમનપ્રીત આ સમયે મેદાન પર હાજર નહતા. જેથી જેમાં જુગજાર સિંહે ડ્રેગ-ફ્લિક કર્યું.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ શરૂ થઈ છે. આ મેચ ચેન્નઈના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 5મી વખત ફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરી છે. અત્યાર સુધી રમવામાં આવેલી ફાઈનલ મેચમાં ભારતને એક વખત હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 2 વખત ભારત ખિતાબ જીત્યું છે. સાથે 2018માં ભારત-પાકિસ્તાન સંયુક્ત વિજેતા જાહેર થયા હતા. સાથે મલેશિયાની ટીમની વાત કરવમાં આવે તો, આ ટીમ પ્રથમ વખત ફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરી છે. મલેશિયાએ સેમીફાઈનલમાં ગત ચેમ્પિયન સાઉથ કોરિયાને 6-2થી હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે.

ભારત-મલેશિયા હેડ ટૂ હેડ

ભારત અને મલેશિયા વચ્ચે અત્યાર સુધી 34 મેચ રમવામાં આવી છે. જેમાં ભારતીય ટીમે 23 મેચમાં જીત મેળવી છે, જ્યારે મલેશિયાની ટીમ માત્ર 7 મેચમાં જીત્યું છે. સાથે આ બંને વચ્ચે 4 મેચનું કાંઈ પરિણામ આવ્યું નથી.

ભારતીય ટીમ એક પણ મેચ નથી હારી

ભારતીય હોકી ટીમ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ભારતીય ટીમ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટની 5 મેચ જીતી છે અને એક મેચ ડ્રો થઈ છે. ગ્રુપ સ્ટેજમાં ભારતની એકમાત્ર મેચ જાપાન વિરુદ્ધ ડ્રો થઈ હતી. જે બાદ સેમીફાઈનલમાં ભારતે જાપાનને 5-0થી હરાવ્યું હતું.

ભારતીય ટીમના કેપ્ટન ફોર્મમાં

ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અત્યારે જોરદાર ફોર્મમાં છે. તેમણે 6 મેચમાં કુલ 8 ગોલ કર્યા છે. આ ઉપરાંત ઈન્ડિયન ટીમે આ ટૂર્નામેન્ટમાં 25 ગોલ કર્યા છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતીય ટીમને 15 ગોલ પેનલ્ટી કોર્નરથી આવ્યા છે, જ્યારે 10 ગોલ ફિલ્ડના ખેલાડીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટિંગ લાઈન અપ

ભારત-ક્રિષ્ના બહાદુર પાઠક, વરુણ કુમાર, જરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, સુમિત, શમશેર સિંહ, આકાશદીપ સિંહ.

મલેશિયા- હફિઝુદ્દીન ઓથમાન, મુજાહિર અબ્દુ, મરહાન જલીલ, અશરાન હમસામી, ફૈઝલ સારી, રઝી રહીમ, ફૈઝ જલ્લી, અઝુઆન હસન, અબૂ કમાલ અઝરાઈ, નઝમી જાઝલાન, અમીરુલ અઝહર.

  • Follow us on: