- ભારતમાં એશિયન ચેમ્પિયન ટ્રોફીનું આયોજન
- જાપાને મલેશિયાને આપીન 3-0થી આપી માત
- કોરિયાએ હોકીમાં ચીનને 1-0થી હરાવ્યું
ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન અને કોરિયાએ 'ઝારખંડ વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી'માં જીત સાથે શરૂઆત કરી છે. રાંચીમાં શુક્રવારથી શરૂ થયેલી 10-દિવસીય ચેમ્પિયનશિપની શરૂઆતની મેચમાં જાપાને મલેશિયાને 3-0થી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં કોરિયાએ ચીનને 1-0થી હરાવ્યું છે.
જાપાન માટે ઓગાવા રિકાએ પ્રથમ ગોલ કર્યો
પ્રથમ મેચમાં ઓગાવા રિકાએ 13મી મિનિટે જાપાન માટે પહેલો ગોલ કર્યો હતો. જાપાન માટે બીજો ગોલ મેચની 43મી મિનિટે તોરિયામા માઈએ કર્યો હતો, જ્યારે ત્રીજો ગોલ કોબાયાકાવા શિહોએ 54મી મિનિટે કર્યો હતો. કોરિયા અને ચીન વચ્ચેની બીજી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. કોરિયા માટે મેચની 18મી મિનિટે એએન સુજિને પેનલ્ટી કોર્નર પરથી ગોલ કરીને ટીમને જીત અપાવી હતી. આ પહેલા ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન રમતગમત મંત્રી હફિઝુલ હસને કર્યું હતું.
પૂર્વ ખેલાડીઓ માટે કરાઈ હતી વિશેષ વ્યવસ્થા
આયોજન સમિતિએ રાજ્યની પૂર્વ આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. આયોજન સમિતિ તરફથી તમામને ઓલ પ્લેસ એક્સેસ એક્રીડિએશન કાર્ડ આપવામાં આવ્યો છે. આ સુવિધાને લઈ પૂર્વ ખેલાડીઓ કોઈ પણ ગેટથી એન્ટ્રી અને એક્ઝીટ પણ કરી શકશે. આ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોકમાં DGP અજય સિંહ અને હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહ પણ હાજર હતા.









