• એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ
  • ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવ્યું
  • ભારતીય ટીમે બનાવ્યા હતા 116 રન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય ટીમે 20 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 116 રન બનાવ્યા હતા. જેથી શ્રીલંકાને જીત માટે 117 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે, ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવર બાદ 8 વિકેટના નુકસાને માત્ર 97 રન કરી શકી હતી. જેથી ભારતીય ટીમની ફાઈનલ મેચમાં 19 રને જીત થઈ છે.

ભારતની બેટિંગ

[[$googlead]]

ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવર બાદ 116 રન બનાવ્યા હતા. જેમાં સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 46 રન અને જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શેફાલી વર્મા 9, રિચા ઘોષ 9, હરમનપ્રીત કૌર અને પૂજા વસ્ત્રાકર 2-2 રન કરીને આઉટ થઈ હતી. શ્રીલંકા માટે ઉદેશિકા પ્રબોધનીએ 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ, સુગંધિકા કુમારીએ 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ અને ઈનાકો રણવીરાએ 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ લીધી હતી.

[[$alsoread]]


શ્રીલંકાની બેટિંગ

117 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને માત્ર 97 રન બનાવી શકી છે. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટૂએ 12 બોલમાં 12 રન, હાસિની પરેરાએ 22 બોલમાં 25, નીલાક્ષી ડી સિલ્વાએ 34 બોલમાં 23 રન અને ઓશાદી રણસિંઘે 26 બોલમાં 19 રન બનાવ્યા છે. ભારત માટે તિતાસ સાધુએ 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં સાધુએ 6 રન આપીને 3 વિકેટ લીધી છે, જ્યારે રાજેશ્વરી ગાયકવાડ 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પૂજા વસ્ત્રાકર, દિપ્તી શર્મા અને દેવિકા વૈદ્યે 1-1 વિકેટ લીધી છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), રૂચો ઘોષ(વિકેટકીપર), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ

શ્રીલંકા- ચમારી અટાપટ્ટૂ(કેપ્ટન), અનુષ્કા સંજીવની(વિકેટકીપર), વિશમી ગુણરત્ને, નીલાક્ષી ડી સિલ્વા, હાસિની પરેરા, ઉદેશિકા પ્રબોધની, ઓશાદી રણસિંઘે, ઈનોકા રણવીરા, ઈનોશી પ્રિયદર્શની, કવિશા દિલહારી, સુગંધિકા કુમારી

એશિયન ગેમ્સમાં ભારતનો બીજો ગોલ્ડ

ઉલ્લેખનીય છે કે, આ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનો બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતીય 10 મીટર એર રાઈફલ ટીમે ચીનનો રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

  • Follow us on: