જ્યોતિ સુરેખા વેન્નમ, પૃથિકા પ્રદીપ અને તનીપર્તી ચિકિતાની ભારતીય મહિલા કમ્પાઉન્ડ આર્ચરી ટીમે એશિયન ગેમ્સ 2026ના 11મા દિવસે શાનદાર શરૂઆત કરાવી છે. સેમિફાઈનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમે ફાઈનલમાં ચીનને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો. આ ભારતનો એશિયન ગેમ્સમાં સાતમો ગોલ્ડ મેડલ છે. બીજી તરફ મહિલા સ્ક્વોશ ટીમની તન્વી ખન્ના, અનાહત સિંહ અને જોશના ચિનપ્પાએ સિંગાપોરને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ જીત સાથે સ્ક્વોશમાં ભારતનો વધુ એક મેડલ પણ પાક્કો થયો છે.

મંગળવારે એથ્લેટિક્સમાં ભારતે શાનદાર પ્રદર્શન સાથે મેડલ મેળવ્યા બાદ હવે એશિયન ગેમ્સના 11મા દિવસે પણ મેડલની આશા છે. શૂટિંગ, આર્ચરી, સ્ક્વોશ અને કુસ્તીમાં ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. મંગળવારે ઐતિહાસિક વ્યક્તિગત ગોલ્ડ જીતનાર શૂટર નીરુ ધાંડા  હવે મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન અને ટીમ ઈવેન્ટમાં ફરી એક્શનમાં જોવા મળશે.