બુધવારનો દિવસ ભારત માટે એશિયન ગેમ્સ 2026માં અત્યાર સુધીનો સૌથી સફળ દિવસ રહ્યો. ભારતે એક જ દિવસે 4 ગોલ્ડ મેડલ જીત્યા, જેમાં આર્ચરીએ 3 અને શૂટિંગે 1 ગોલ્ડ અપાવ્યો. હવે ભારતીય ખેલાડીઓ માટે આજે પણ મેડલ જીતવાની ઘણી તકો છે. હાલમાં ભારત 10 ગોલ્ડ, 21 સિલ્વર અને 29 બ્રોન્ઝ સહિત કુલ 60 મેડલ સાથે મેડલ ટેલીમાં 8મા ક્રમે છે. આજે આર્ચરી, સેપકટાક્રો, તાઈક્વોન્ડો, શૂટિંગ, ટ્રેક સાઇકલિંગ, વોલીબોલ, સ્ક્વોશ, કુસ્તી, સેઇલિંગ, જુડો, કેનોઇ સ્લાલોમ, રગ્બી સેવન્સ, ક્રિકેટ, હોકી, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને ટેનિસમાં ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
