એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ અભિયાનમાં પાંચમા દિવસે વધુ 2 મેડલનો ઉમેરો થયો છે. ગુરુવારે ભારતે વુશુમાં રોશિબિના દેવીના સિલ્વર મેડલ અને રોઈંગમાં સતનામ સિંહ તથા સલમાન ખાનના બ્રોન્ઝ મેડલ સાથે કુલ મેડલની સંખ્યા 14 પર પહોંચાડી છે. ભારત પાસે હવે 1 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં 13મા સ્થાને છે.

રોશિબિના દેવીએ સતત બીજી એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યું

વુશુની મહિલાઓની 60 કિલોગ્રામ સાંડા કેટેગરીમાં ભારતની રોશિબિના દેવીને સિલ્વર મેડલ મળ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો ચીનની ઝાંગ શિયાઓયુ સામે થયો હતો. રોશિબિનાને 0-2થી હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. આ મેડલ સાથે રોશિબિનાએ સતત બીજી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. એટલે એશિયન ગેમ્સમાં રોશિબિનાનું મેડલ અભિયાન સતત બીજી વખત પોડિયમ સુધી પહોંચ્યું છે.

રોઈંગમાં સતનામ-સલમાને બ્રોન્ઝ અપાવ્યો

ભારતને પાંચમા દિવસે બીજો મેડલ રોઈંગમાંથી મળ્યો. પુરુષોની ડબલ સ્કલ્સ સ્પર્ધામાં સતનામ સિંહ અને સલમાન ખાનની ભારતીય જોડીએ 6:13.25નો સમય નોંધાવીને ત્રીજું સ્થાન મેળવ્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય જોડીએ રેસના અંત સુધી મેડલની રેસમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું અને અંતે ત્રીજા સ્થાને રહીને ભારતના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યો.

ભારતને અત્યાર સુધી કઈ સ્પર્ધામાં કોણે મેડલ અપાવ્યો?

-એલાવેનિલ વલારિવાન, સોનમ માસ્કર, વિદરશા વિનોદ — મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ: સિલ્વર મેડલ

-એલાવેનિલ વલારિવાન — મહિલા 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત: સિલ્વર મેડલ

-રુદ્રાંક્ષ પાટિલ, પાર્થ માણે, હિમાંશુ ઢિલ્લોં — પુરુષ 10 મીટર એર રાઇફલ ટીમ: સિલ્વર મેડલ

-હિમાંશુ ઢિલ્લોં — પુરુષ 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત: સિલ્વર મેડલ

-મીરાબાઈ ચાનુ — વેઇટલિફ્ટિંગ, મહિલા 49 કિલોગ્રામ વર્ગ: સિલ્વર મેડલ

-નોરેમ રોશિબિના દેવી — વુશુ, મહિલા સાંડા 60 કિલોગ્રામ: સિલ્વર મેડલ

-રુદ્રાંક્ષ પાટિલ — પુરુષ 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત: બ્રોન્ઝ મેડલ

-સુચિકા તારિયાલ — મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA), મહિલા ટ્રેડિશનલ 60 કિલોગ્રામ: બ્રોન્ઝ મેડલ

-પરિનાઝ ધાલીવાલ, રાયઝા ઢિલ્લોં, માહેશ્વરી ચૌહાણ — શૂટિંગ, મહિલા સ્કીટ ટીમ: બ્રોન્ઝ મેડલ

-અનંતજીત સિંહ નરૂકા, મેરાજ અહમદ ખાન, ભવતેગ સિંહ ગિલ — શૂટિંગ, પુરુષ સ્કીટ ટીમ: બ્રોન્ઝ મેડલ

-જય મીના — સોફ્ટ ટેનિસ, પુરુષ સિંગલ્સ: બ્રોન્ઝ મેડલ

-ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ — બેડમિન્ટન, પુરુષ ટીમ ઈવેન્ટ: બ્રોન્ઝ મેડલ

-સતનામ સિંહ, સલમાન ખાન — રોઇંગ, પુરુષ ડબલ સ્કલ્સ: બ્રોન્ઝ મેડલ

-ભારતીય મહિલા ક્રિકેટ ટીમ — મહિલા T20 ક્રિકેટ: ગોલ્ડ મેડલ

જુઓ મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને
ક્રમદેશ ગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
1ચીન63241097
2જાપાન15263374
3દક્ષિણ કોરિયા982542
4કઝાકિસ્તાન86923
5ઈરાન67215
6થાઈલેન્ડ53513
7હોંગકોંગ39719
8મલેશિયા3159
9ઉઝબેકિસ્તાન287

17

10ઉત્તર કોરિયા2136
11કુવૈત2125
12કતાર2114

13

તાજિકિસ્તાન2114
14ભારત16714
15મકાઉ, ચીન141

6