- એશિયન ગેમ્સમા ંભારતીય ખેલાડીઓનો દબદબો
- ભારતીય ખેલાડીઓ અત્યાર સુધી 25 મેડલ જીત્યા
- રમત મંત્રાલયે મેડલિસ્ટ ખેલાડીઓનું કર્યું સન્માન
ચીનના હાંગઝાઉમાં અત્યારે એશિયન ગેમ્સ 2023 ચાલી રહી છે. જેમાં ભારતીય ખેલાડીઓએ 25 મેડલ પોતાના નામે કર્યા છે, ત્યારે રમત મંત્રાલયે એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓનું સન્માન કર્યું છે.
અત્યાર સુધી ભારતે જીત્યા 25 મેડલ
એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી 25 મેડલ જીત્યા છે. જેમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ સામેલ છે. જેથી ભારત સરકારે તમામ મેડલિસ્ટ ખેલાડીઓને તેમના પ્રદર્શન બદલ શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ઘોડે સવારી, ક્રિકેટ અને શૂટિંગ સહિતની ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે.
રમત મંત્રાલયે શું કહ્યું?
એશિયન ગેમ્સ 2023માં ખેલાડીઓની મહેનત રંગ લાવી છે. ભારત સરકાર તરફથી તમામ મેડલિસ્ટ ખેલાડીને તેમના શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા. અમુક ખેલાડીઓ એવા છે, જેમના રાજ્યાં પાણીનું સંકટ છે. આવા ખેલાડીઓએ પણ નૌકાયાનમાં મેડલ જીત્યો છે. જે બહુ મોટી વાત છે. આજે દુનિયાની દરેક પ્રતિયોગિતામાં ભારતીય ખેલાડીઓ મેડલ લાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ખેલાડીઓને વારંવાર પ્રોત્સાહિત કરે છે. ખેલાડીઓને ટ્રેનિંગ, બોર્ડિંગ અને લોઝિંગ ઉપરાંત આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે. એવી અનેક ગેમ્સ છે. જેમાં આપણે 73 વર્ષમાં જીત્યા નહતા, પરંતુ હવે એવી ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓ મેડલ જીતી રહ્યા છે.
ગત એશિયન ગેમ્સમાં જીત્યા હતા 70 મેડલ
ઉલ્લેખનીય છે કે, ભારતીય ખેલાડીઓએ ગત એશિયન ગેમ્સમાં 70 મેડલ જીત્યા હતા. જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધી 25 મેડલ જીતી લીધા છે. જેથી એશિયન ગેમ્સ 2023માં હજુ પણ વધુ મેડલ મળવાની સંભાવના છે. મિશન ઓલિમ્પિક કમિટીની બેઠકમાં હંમેશા પૂછવામાં આવે છે કેસ આપણે કેટલા મેડલ જીતશું, ત્યારે તમામ ખેલાડીઓ પોતાની મહેતનથી અહીં સુધી પહોંચ્યા છે.









